Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ, આવતી કાલે પી.એમ મોદી કરશે ઉદઘાટન.

Share

છેલ્લા 4-5 દિવસથી ચર્ચાઓ ચાલતી હતી કે રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવશે અને આખરે આ નિર્યણ લેવાઈ ગયો છે. આ નામનો પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે હવે આવતી કાલે એટલે કે ગુરુવારે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. પી.એમ નરેદ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ઘણા રસ્તાઓ શહેરો, પોર્ટ, એરપોર્ટ, સ્ટેડિયમોના નામમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તેનો ફાયદો પોતે અને પોતાની સરકારને અપાવી રહ્યા છે તેવું વિપક્ષ ઘણા સમયથી કહેતું આવ્યું છે. વિપક્ષ મોદી સરકાર પર કોંગ્રેસની સરકારમાં કરવામાં આવેલા કામોને નામ બદલી તેમના નામ રાખી તે કામોનો યશ લઈ રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે.

જ્યારે કેન્દ્ર સરકારે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદનું નામ બદલીને નરેદ્ર મોદી સ્ટેડિયમ કર્યું ત્યારે પણ કોંગ્રેસે અને બીજા વિપક્ષી પાર્ટીઓએ આનો વિરોધ પણ કર્યો હતો અને સરકાર પર આરોપ લગાવ્યા હતા કે સરદાર પટેલનું નામ બદલીને નરેદ્ર મોદી પોતાની છબી દુનિયામાં પહોંચાડવા માંગે છે. સરદાર પટેલનું નામ ચોરી કરવાનું કામ કેન્દ્ર સરકાર કરી છે તેવું વિપક્ષી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો. આમ જ્યારે જ્યારે નામકરણ કરવામાં આવે છે ત્યારે વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. હવે રાજપથનું નામકરણ કરીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ વિસ્તારમાં આવતા રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો. આ પ્રસ્તાવ નવી દિલ્હી મ્યુનિસિપલ કાર્પોરેશનની એક બેઠકમાં પાસ થયો. પી.એમ નરેન્દ્ર મોદી ગુરૂવારે કર્તવ્યપથનો નામકરણ અને ઉદઘાટન કરશે.

Advertisement

Share

Related posts

હિન્દના બિસ્માર્ક ‘સરદાર’ના શહેરમાં કંડારાયેલાં ચિત્રો અને નામની તક્તીઓ સરકારી ઉપેક્ષાનો ભોગ બની રહી છે

ProudOfGujarat

પંચમહાલની ફેક્ટરીમાં બ્લાસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત બે મજૂરોની આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે મુલાકાત લીધી.

ProudOfGujarat

12 મે ના ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશનમાં 1 લાખથી વધુ શિક્ષકો જોડાશે : કિરીટ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!