નવી દિલ્હી નગર પરિષદે આવતી કાલે એક વિશેષ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં નામ બદલવાનો પ્રસ્તાવ પરિષદની સામે રાખવામાં આવશે. એનડીએમસીએ આ બેઠક રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને કર્તવ્ય પથ કરવાનો ઉદેશ્યથી બોલાવી છે.
રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને કર્તવ્ય પથ કરવાના સમાચાર પછી રાજકારણ ગરમાયુ છે. વિપક્ષી દળોએ આ મામલે સરકારને ઘેરવાનું શરુ કરી દીધું છે. આ વચ્ચે તરુલમૂળ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાનું એક ટ્વિટ સામે આવ્યું છે તેમને લખ્યું છે કે આ શું થઇ રહ્યું છે ?
મહુઆએ ટ્વિટ કર્યું કે આ શું થઇ રહ્યું છે ? શું ભાજપ આપણી સંસ્કૃતિને બદલવાનું એક માત્ર પોતાનું કર્તવ્ય બનાવી લીધું છે. ક્યાં તેમના મહાપાપ અને પાગલપનમાં આપણી વિરાસતનો ઇતિહાસ ફરીથી લખવામાં આવશે?
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે ?
– સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની જાહેરાત સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેઓ બનાવવામાં આવી રહ્યા છે.
– નવી ત્રિકોણાકાર સંસદ ભવન
– એક સામાન્ય કેન્દ્રીય સચિવાલય
– ત્રણ કિલોમીટરના રાજપથનું કાયાકલ્પ
– નવા વડા પ્રધાનનું નિવાસસ્થાન
– નવા વડાપ્રધાન કાર્યાલય
– નવું વાઇસ પ્રેસિડેન્શિયલ એન્ક્લેવ