આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આ મામલે સઘન તપાસ વિવિધ રાજ્યોમાં પણ ચાલતી હોય છે છતાં પણ પોલીસની આંખોમાં અને તંત્રની નજર ચૂકવી વિદેશ ગેરરીતીથી લોકો જતા હોવાના બનાવો અનેકવાર બન્યા છે ત્યારે દિલ્હી પોલીસે આ મામલે પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના પર્દાફાશમાં કેટલીક વિગતો સામે આવી છે.
વિદેશ મોકલનાર 6 જેટલા લોકોની ધરપકડ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં મરાઠી ફિલ્મનો ફાઈનાન્સર પણ પકડાયો છે ખાસ કરીને વિદેશમાં જારી પાસપોર્ટ બનાવીને લોકોેને મોકલવામાં આવતા હોવાની વાત ખૂલી છે. નારાયણ નામનો ગુજરાતી તેમાં મુખ્ય સૂત્રધાર છે. આ ગેંગ ઘણા સમયથી સક્રીય હતી. આ ગેંગ 200 લોકોને વિદેશ મોકલી ચૂકી હોવાની પણ જાણકારી મળી રહી છે. વિદેશ મોકલનાર 6 શખ્સોને ઝડપી પાડવામાં આવતા કેટલીક વિગતો સામે આવી છે અને તેમની પાસેથી મુદ્દામાલ પણ ઝડપાયો છે. હજૂ કેટલાક આ કેસ સાથે જોડાયેલા આરોપીઓ વોન્ટેડ છે. 6 લોકો કબૂતરબાજીમાં સામેલ હતા. 3 વિદેશી જારી પાસપોર્ટ પણ તેમની પાસેથી મળી આવ્યા છે. આ સાથે બે મશીન જેના થકી નકલી પાસપોર્ટ બનાવવામાં આવતા તે પણ ઝબ્બે કરાયા છે. નકલી પાસપોર્ટ બનાવવાની ફેક્ટરી કહી શકાય તે પ્રકારે મુદ્દામાલ ઝડપાયો છે. ખાસ કરીને નારાયણ નામનો મુખ્ય સૂત્રધાર કે જે વેબ સિરીઝ અને મરાઠી ફિલ્મોમાં ફંડ કરતો હોવાની પણ વિગતો છે. નારાયણ નામનો વ્યક્તિ ગુજરાતનો હોવાનું સામે આવ્યું છે.