દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. લોકનાયક હોસ્પિટલમાં દાખલ આફ્રિકન મૂળની મહિલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા દક્ષિણ દિલ્હીમાં રહેતી હતી. મંકીપોક્સના લક્ષણો મળ્યા બાદ તેને લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે રિપોર્ટમાં મંકીપોક્સની પુષ્ટિ કરવામાં આવી છે. લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારના જણાવ્યા અનુસાર, મંકીપોક્સથી સંક્રમિત જોવા મળેલી મહિલા મૂળ આફ્રિકાની છે. લક્ષણો મળ્યા બાદ મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જે પોઝિટિવ આવ્યા છે. તેમણે કહ્યું કે, મહિલાની હાલત સારી છે.
ડૉ. સુરેશે જણાવ્યું કે, લોકનાયક હોસ્પિટલમાં મંકીપોક્સના કુલ પાંચ કેસ નોંધાયા છે. આમાંથી એક દર્દી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે મંકીપોક્સના ચાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં બે મહિલા અને બે પુરૂષ દર્દીઓ છે. ચારેય દર્દીઓની હાલત સારી છે. અગાઉ મળી આવેલા ત્રણ દર્દીઓ પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે.