Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુતુબ મીનાર સ્થિત મસ્જિદમાં નમાઝ પર રોક યથાવત, દિલ્હી HC એ જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો.

Share

દિલ્હી હાઇકોર્ટે કુતુબ મીનાર પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાઝ પઢવા પર રોક લગાવવાના એએસઆઇના આદેશને પડકાર આપતી અરજી પર જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે કુતુબ મીનાર પરિસરમાં આવેલી મસ્જિદમા નમાઝ પઢવા પર રોક હટાવવા માટે એક વકીલે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કુતુબમીનાર પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાઢ પઢવા પર રોકના એએસઆઇના નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી જેમા એક વકીલ તરફથી કહેવામાં આવ્યુ કે આ વકફ બોર્ડની સંપત્તિ છે અને અહી ઘણા સમયથી નમાઢ પઢવામાં આવી રહી છે, તેમ છતા 15 મે એ અચાનક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઇએ ત્યા નમાઝ પઢવા પર રોક લગાવી દીધી હતી.

Advertisement

જોકે, આ અરજી પર તે સમયે પણ તુરંત સુનાવણી કરવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દિલ્હી હાઇકોર્ટે કહ્યુ હતુ કે અમે આજે સુનાવણી માટે અરજીને લિસ્ટ નથી કરી શકતા. જો તમે ગરમીની રજા દરમિયાન સુનાવણી ઇચ્છો છો તો રજિસ્ટ્રાર સામે પોતાની વાત મુકો. તે બાદ અવકાશ પીઠ પાસે આ અરજી પહોચી હતી પરંતુ કોર્ટે તેની પર જલ્દી સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો.

કુતુબમીનાર પરિસરમાં હિન્દૂ અને જૈન દેવતાઓની મૂર્તિઓની પુન: સ્થાપના કરવાની માંગ વચ્ચે દિલ્હી વકફ બોર્ડે દાવો કર્યો છે કે અહી કુતુબ મીનાર પરિસરની મસ્જિદમાં નમાઝ પહેલાથી થતી રહી છે પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને રોકાવી દીધી હતી. બોર્ડે આ મસ્જિદમાં નમાઝની પરવાનગી આપવાની માંગ કરી છે.


Share

Related posts

નડિયાદ : માતરના અસામલી ગામેથી એક બોગસ ડોકટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો

ProudOfGujarat

ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે છોટાઉદેપુરની અદ્યતન સુવિધાથી સજ્જ સહાયક વાહન વ્યવહાર અધિકારીની રૂા. ૪.૫૨ કરોડનાં ખર્ચે નવનિર્મિત કચેરી અને રૂા.૧.૫૯ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા સંખેડા બસ સ્ટેશનનું ઈ-લોકોર્પણ કરાયું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!