CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ શરીર લઇ જઇ રહેલી એમ્બુલન્સોમાંથી એકનો અકસ્માત થયો છે. ગુરૂવારે સવારે જ મૃતકોના પાર્થિવ શરીર વેલિંગટનથી મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લઇ ગયા હતા. રેજિમેંટલ સેન્ટરથી તેમના પાર્થિવ શરીરોને સુલૂર એરબેસ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે કાફલામાં સામેલ એમ્બ્યુલન્સનું સંતુલન બગડી ગયું અને તેને કંટ્રોલ ગુમાવતાં પહાડી સાથે ટકારાઇ હતી. હાલ આ અકસ્માતમાં કોઇ નુકસાનની સૂચના મળી નથી. જોકે આ અકસ્માત મદ્રાસ રેજિમેંટલ સેન્ટરથી સુલૂર એરબેસના રસ્તામાં મેટ્ટૂપલયમ પાસે થયો છે. પાર્થિવ શરીરોને સુલૂર એરબેસથી આજે સાંજ સુધી દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવશે. CDS બિપિન રાવતના મૃતદેહને તમિલનાડુથી દિલ્હી એરપોર્ટ માટે લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ટકરાઇ હતી. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જોકે અકસ્માત મોટો ન હતો, તેથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.
CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને નડયો અકસ્માત.
Advertisement