ભારતીય વાયુસેનાનું એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર પાસે ક્રેશ થયું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને IAF પાઇલોટ જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં સવાર હતા. હાલ ઇન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને બિપિન રાવતના મોતની પુષ્ટી કરી છે. હેલિકોપ્ટરની દુર્ઘટનામાં બિપિન રાવતનું મોત થયું છે.
આ દુર્ઘટના તમિલનાડુના કુન્નૂરની પાસે બુધવારે બપોરે હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલીકોપ્ટરની સાથે આ દુર્ઘટના થી તે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હતું. આ ડબલ એન્જિનવાળું હેલીકોપ્ટર ખુબ સુરક્ષિત માનવામાં આવે છે. તમિલનાડુમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં સામેલ 14 માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ થઈ છે. ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાં બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, એનકે ગુરસેવક સિંઘ, એનકે જિતેન્દ્ર કેઆર, એલ/નાઈક વિવેક કુમાર, એલ/નાઈક બી સાઈ તેજા અને હવ સતપાલનો સમાવેશ થાય છે. સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલીકોપ્ટરમાં સવાર હતાં, તેમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતીય સેના અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવતનું મોત.
Advertisement