Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડા તાલુકાના મેડીયાસાગ હાઇવે પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં એકનું મોત.

Share

દેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઇવે રોડની બાજુમાં એક ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મેડીયાસાગ હાઇવે પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે. જેમાં ફરિયાદી મોહનભાઇ નરસિંહભાઇ જાતે મહેશ્વરી રહે.તરા મહેશ્વરી વાસ તા.નખત્રાણા જિ.કચ્છ) એ આરોપી નરેન્દ્રવાન પરષોત્તમવાન ગોસ્વામી રહે.તરા તા.નખત્રાણા જિ.કચ્છ)સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી-નરેન્દ્રવાન પરષોત્તમવાન ગોસ્વામીએ પોતાના કબજામાંની ટાટા ટ્રક નં.GJ-12-BW-3190 ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાના કબજામાંની ટાટા ટ્રક નં.GJ-12-BW-3190 ની રોડની સાઇડમાં ઉતારી દેતા ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં ચાલકના શરીરે કપાળના ભાગે તેમજ શરીરે ઓછી-વધતી ઇજાઓ થઈ હતી જયારે નરસિંહભાઇ જમનાદાસભાઇ મહેશ્વરી (રહે.તરા મહેશ્વરીવાસ તા.નખત્રાણા જિ.કચ્છ) ટ્રક નીચે દબાઇ જતા તેમના શરીરે ગંભીર મૂઢ ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ અંગે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

આરટીઓ ઇન્સપેકટર જે.વી.શાહનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

ProudOfGujarat

ઝઘડીયા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી દ્વારા વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!