કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા અને વિસ્તરણ શિક્ષણ સંસ્થા આણંદના સંયુક્ત ઉપકરણમાં ત્રણ દિવસ તા.25/07/2022 થી27/07/22 દરમ્યાન યોજાયેલ ઇન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇનસર્વિસ તાલીમ કે.વી.કે.ના વૈજ્ઞાનિકો અને કૃષિ એન્જિનિયરિંગ, બી.આર.એસના અધ્યાપકો અને માંગરોલના અધ્યાપકો માટે યોજાઈ હતી. જેનાથી એમની કાર્યક્ષમતામાં વધારો થાય એ એનો મુખ્ય આશય હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. એન. એમ. ચૌહાણ વિસ્તરણ શિક્ષણ નિયામક નવસારી કૃષિ યુનિવર્સિટી ઉપસ્થિતરહ્યા હતા. સાથે પર્યુષાબેન વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો.દિનેશ બી.આર.એસ. કોલેજના આચાર્ય અને કૃષિ એન્જિનિયરિંગના આચાર્ય ડો.એસ.એચ.સેનાગર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. પી.ડી.વર્માએ મહેમાનોનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી વાંસની રાખડી બનાવવાની તાલીમ લેનાર 20 જેટલી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.. પર્યુષાબેને જણાવ્યું હતું કે તમને આત્મનિર્ભર બનાવવાનું અમારો પ્રયત્ન છે. તમે એ જ દિશામાં આગળ વધો અમે તમારી સાથે છીએ.
દીપક જગતાપ, રાજપીપલા