Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાની દેવનદીના પાણીમાંથી 8 દિવસ પછી 7 વર્ષીય માસુમ બાળાની લાશ મળી.

Share

8 દીવસ પહેલા દેવ નદિના પાણીમાં તણાઈ ગયેલ માતા પુત્રીની ઘટનાના આઠ દિવસ પછી 7 વર્ષીય નાની બાળકીની લાશ દેવ નદીના પાણીમાંથી મળી આવી હતી. આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર ફરિયાદી શીલાબેન જીગ્નેશભાઇ મીરાભાઇ વસાવા,રહે.વાંદરી,સીમા ફળીયુ તા. દેડીયાપાડા તથા તેમની દિકરી-મમતાબેન જીગ્નેશભાઇ મીરાભાઇ વસાવા ઉ.વ.૦૭ ગઇ તા.૧૧/૦૬/22 ના રોજ ડુમખલ અને કુકડીપાદર ગામ વચ્ચે દેવ નદિ ઉપર આવેલ નાળા ઉપર ચાલતા જતા હતા.અને વરસાદ પડેલ હોઇ અને દેવ નદિનાનાળા ઉપર ઓછુ પાણી પહેતુ હોઇ અને રાત્રીનુ અંધારૂ પડી જવાથી તેઓ નાળા ઉપર બંન્ને માતા-પુત્રી ચાલતા પસાર થતા હતા અને તે વખતે ઉપરવાસમા વધુ વરસાદ પડવાથી અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બંન્ને માતા-પુત્રી દેવ નદિના નાળા ઉપરથી પાણીના પ્રવાહમા તણાઇ ગયા હતા.જેમા ફરિયાદી નદિના પાણીમાંથી તરીને બહાર નિકળી જતા અને મરનાર-મમતાબેન
જીગ્નેશભાઇ મીરાભાઇ વસાવા દેવ નદિના પાણીમા તણાઇ ગયેલ. જેની લાશ તા.૧૮/૦૬/૦૨૨.ના રોજ 8 દિવસ પછી મરનારની લાશ દેવ નદિના ઉંડા પાણીમા ગણાટ કણજી ગામની સીમમા મળી આવી હતી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગનાં કારણે વેપારીને નુકસાન…વેપારી મંડળ મેદાનમાં ઊતર્યું…

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!