ડેડીયાપાડા ખાતે બીટીપી અને ભાજપી નેતાઓના પુત્રો વચ્ચે થયેલ મારામારી થયેલ તે ઘટનાના સોસીયલ મીડિયામાં ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ સોસીયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હિતેશ વસાવાએ ઘટનાસ્થળે પહોંચી છોડાવવાનો પ્રયત્ન કરી છુટા પાડ્યા હતા. જો હિતેશ વસાવા ત્યાં ન પહોંચ્યા હોત તો ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્ર અને એમના મિત્રોને ત્યાંથી ભાગવાનો મોકો પણ મળ્યો ન હોત.
સમગ્ર બનાવની હકીકતથી જણાવતા સાંસદ મનસુખ વસાવાએ સોસીયલ મીડિયા ફેસબુક પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે માત્ર રાજકીય લાભ ખાટવા અમુક વિઘ્ન સંતોષીઓ દેવમોગરામાં ભાજપ અને બીટીપી વચ્ચે થયેલ ઝઘડો બીટીપી અને ભાજપ વચ્ચેનો નહિ પરંતુ આ બાબતનું આખું ચિત્ર કઈંક અલગ જ હોવાથી આ ઘટનાને મોટુ સ્વરૂપ આપી રહ્યા છે. આ ઘટનાના મૂળમાં જઈએ તો ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાના પુત્ર અને એમના કૌટુંબિક ભાઈઓ સહિત એમના મિત્રો દેવમોગરા ખાતે આવ્યા હતા, ત્યાં તેઓની ગાડી રસ્તામાં હતી એ દરમિયાન ડેડીયાપાડાના યુવાનો એમને પાર્કિંગ બાબતે કેહવાં જતાં ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્રનો અહમ ઘવાયો હતો અને તેઓ ધારિયાઓ બતાવી ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્ર અને એમની સાથેના મિત્રોએ યુવાનોને ધમકાવ્યા હતા. એ જોઈ યુવાનોની સાથે આવેલી કુટુંબની મહિલાઓએ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ દરમિયાન એમણે એ મહિલાઓ સાથે પણ અશોભનીય વર્તન કર્યું હતું, એમને ગાળો ભાંડી હતી એમને માર માર્યો હતો.
આ ઘટના વિશે નર્મદા જિલ્લા પંચાયત ડેડીયાપાડાના સભ્ય હિતેશભાઈ દીવાલભાઈ વસાવાને જાણ થઈ હતી, તેમના મતવિસ્તારના લોકોસાથે આવી નિમ્નકક્ષાની ઘટના ઘટતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી છોડાવવાનો પ્રયત્ન કરી છુટા પાડ્યા હતા. જો હિતેશ વસાવા ત્યાં ન પહોંચ્યા હોત તો ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્ર અને એમના મિત્રોને ત્યાંથી ભાગવાનો મોકો પણ મળ્યો ન હોત, અને આ ઘટનાએ બીજું મોટું સ્વરૂપ લઇ લીધું હોત જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા એ ઝગડો શાંત પડવાનું કામ કર્યું છે સામા પક્ષે હિતેશભાઈ વસાવાનો ઉપકાર માનવો જોઈએ.
દીપક જગતાપ, રાજપીપલા