ડેડિયાપાડામાં પ્રાંત અધિકારી અનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડાના ચાર રસ્તાથી સરકારીહોસ્પિટલ સુધીના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેમાં રોડ માજીર્નથી ૧૨ ફૂટ સુધીના દબાણો, ઓટલા, શેડ દૂર કર્યા હતા. આમા અંદર આવતા કેટલાય નાની-મોટી કાચી-પાકી દુકાનો અને કેબીનો પર વર્ષોથી ધંધો કરતા લોકોની હાલત કફોડીથઈ હતી. અને સંખ્યાબંધ લોકો બેકાર બન્યા હતા. જેના માટે પણ તંત્રએ વહેલી તકે રોજગારીની તકો મળે તેવી સરકારી જગ્યાઓ ફાળવણી કરે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે.
ડેડીયાપાડામાં સિવિલ હોસ્પિટલનો રોડ કે જૂના મોસદા રોડખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ હતા આ રોડ પરથી એબ્યુલન્સને પણ જવાનો રસ્તો નહોતો મળતો ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જ દેખાતા જેથી આ મુદ્દો સંકલન સમિતિની મિટિંગમાં પણ ચર્ચા સાથે ફરિયાદ પણ થઈ હતી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ અગાઉ બેથી ત્રણ વખત નોટિસ ફટકારી હતી. પરંતુ દુકાનદારોએ ધ્યાનમાં લીધી ન
હતી જેથી તંત્ર સપાટો બોલાવ્યોહતો.આ રોડ સરકારી ગાડીઓની અને પોલિસની ગાડીઓની લાઈન સાથે ત્રણથીચાર બુલડોઝર સાથેની ટીમ સવારથી જ એક્શનમાં આવી હતી સવારે ૯ વાગ્યાથીઆ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના પગલે વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. લોકો ચિંતાતુર દેખાઈ રહ્યા હતા. કેટલાકને તો સંપૂર્ણ રોજગાર સમાપ્ત થઈ જશે જેથી ચિંતાતુર બનીને તંત્રની સામે જોઈ રહ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે હોવાથી નારાજ હોવા છતાં એક પણ વ્યક્તિ વિરોધ કરી શક્યો નહોતો. જ્યારે કેટલાક તો સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા અને મોડી સાંજે ૬ વાગ્યા સુધી આ કામગીરી ચાલુ હતી. આ મેગા ડીમોલિશનમાં દેડિયાપાડાના પ્રાંત અધિકારી અનિલ ઉકાણી, મામલતદાર ઇન્ચાર્જ એમડી છાક્ત પી.એસ.આઇ વસાવા, સી પી આઈ ચૌધરી, વિજકંપનીના ડેપ્યુટીઇજનેર વસાવા, જિલ્લા પંચાયતબાંધકામ વિભાગના ઇજનેર સી એન રોહિત સહીત આર એન્ડ બીનાઅધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ અધિકારીઓની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મેગા ડેમોલિશન કાર્ય હાથ ધર્યું હતું.
આ અંગે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ. સરકાર એક તરફ લોકોને રોજગારી આપતી નથી. લોકો બેરોજગારીમાં હોમાય છે અને હાલમાં મોંઘવારી ચરમસીમા છે વહીવટી તંત્રના સરકારે લોકોને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડે છે અને પછી ડિમોલીશન કરે.વિકાસની સામે મને વાંધો નથી પરંતુ વિકાસની સામે લોકોની આજીવિકા જાય છે તેનું શું? જેથી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનીમાંગ તેઓ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અને રાજ્યપાલ સમક્ષ કરવાના છે અને જો માંગ પૂરી નહી થાય આંદોલન કરીશું એમ તેમણે જણાવ્યું હતું.
જયારે ડેડીયાપાડા પ્રાંત અધિકારી અનિલ ઉકાણીએ જણાવ્યુંહતું કે ડેડીયાપાડા મોસદા રોડ ઉપર ખૂબ ટ્રાફિક જામ રહેતો હતો. તેમજ આ રોડ પર સરકારી દવાખાનું પણ આવેલું છે ત્યાં હોસ્પિટલ સુધી ૧૦૮ એબ્યુલન્સને પહોંચવામાં પણ મુશ્કેલી પડતી હતી જેના કારણે અવારનવાર સંકલન સમિતિમાં આ બાબતે ફરિયાદ થતી હતી અને ખૂબ જ મુશ્કેલી પડતીહતી જેથી આજે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા