ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને આવેદનમાં જાણવામાં આવયું છે કે ગામ રૂખલ ખાતે ગૌચરની જમીન આવેલ છે. જે ગામના માથાભારે લોકો દ્વારા દબાણ મા હતી. જે જમીન ને ૧૯૯૫ માં ગ્રામ વિકાસ મંડળ રૂખલ નામની સમિતિ બનાવીને દબાણ દુર કરીને પ્લાન્ટેશનની યોજના બનાવી વૃક્ષોનું વાવેતર કરી, જાણવણી કરવામાં આવેલ છે. આગળ પણ ગામના તેમજ સરકારી કર્યો માટે તેનો ઉપયોગ થાય તેવા હેતુથી જમીનનું દબાણ દુર કરી ગૌચરની જમીનનો ઉપયોગ સરકારી કર્યો તથા ગામના લોકોને થાય તે હેતુથી ગામ લોકો દ્વારા જાળવણી કરવામાં આવે છે. પરંતુ હાલમાં સરકારની વિવિધ ભરતીઓ માટે તૈયારીનાં ભાગરૂપે શારીરિક કસોટી, તેમજ રુખલ ગામના યુવા વર્ગને ક્રિકેટ ગ્રાઉન્ડની જરૂરિયાત હોય, ગામનાં બહારના અન્ય સ્થળો એ પ્રેક્ટીસ માટે જવું પડતું હોય, યુવાનોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય, જેથી ગ્રામપંચાતને ઘણીવાર રજૂઆત કરવામાં આવેલ છે. આથી ગામના યુવાનો અને યુવતીઓને પડતી તકલીફોને નિવારવા માટે ગામના યુવકો દ્વારા પોતાના ગામની ગૌચરની જમીનનો ઉપયોગ કરી ગ્રાઉન્ડ બનાવવા અંગેનો નિર્ણય લેવાયેલ હતો, જે સમયે નિર્ણય લીધેલ હતો તે સમયે પંચાયતની ચુંટણીનાં કારણે પંચાયતની
બોડી સત્તા પર નાં હોય, ગ્રાઉન્ડની જરૂરીયાતને ધ્યાનમાં લઇ ગામનાં યુવાનો દ્વારા જાતે નિર્ણય કરી ગ્રાઉન્ડ બનાવી ગૌચરની જમીનમાં ગ્રાઉન્ડનો ભાગ સફાઈ કરી અને આવનાર ચોમાસામાં ૪૦૦ થી વધારે વૃક્ષોનું ગ્રાઉન્ડની ફરતે વાવેતર કરવાનો સંકલ્પ કરી સર્વ સહમતીથી નિર્ણય લેવાયો હતો.
તારીખ ૦૧/૧૨/૨૦૨૧ નાં રોજ યોગ્ય નકશો તૈયાર કરી અને ગામના બાળકોથી લઇને વૃદ્દો સુધી તમામને લાભ મળે તેવું આયોજન કરીને કામ ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ અંગે રુખલ ગામનાં નાંરસિંગભાઈ ગામીયાભાઈ દ્વારા ગામનાં વડીલ રામસિંગભાઈ વાડગીયાભાઈ વસાવાને બદનામ કરવાના હેતુથી ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે જે રદ કરી, ગૌચરની જમીનની આજુબાજુ જે પણ દબાણ હોય તે દુર કરી, ભવિષ્યમાં ફરી કોઈ દબાણ નાં કરે તેવા હેતુથી તાર ફેન્સીંગની સુવિધા અને ગ્રાઉન્ડ બનાવવાની મંજુરી તેમજ સરકારી સહયોગની અપેક્ષા અમે તમામ યુવા મિત્રો દ્વારા આપને રજૂઆત કરવા આવ્યા છે.
તાહિર મેમણ : ડેડીયાપાડા