જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો લઈને નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈના નામે આવેદન આપવામાં આવ્યુ હતું જે તેમના સમર્થકો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યુ.
આવેદનમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજ્ય કર્મચારીઓના બનેલા “ગુજરાત રાજ્ય સયુંકત મોરચો” અને “ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ” તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહવાન અનુસાર આજરોજ તા. 14 મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ પેન્શન બંધારણીય અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા અમારી માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપ સાહેબને સુપરત કરીએ છીએ, અમારી માંગણી અને લાગણી રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ સત્વરે શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરીએ છીએ. અમારી મુખ્ય માંગણીઓ છે જૂની પેન્શન યૌજના પુનઃ ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ નામ સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા/કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી. હું ગુજરાત સરકાર એ સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રિય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત આપવા. મૂળ નિમણુંક તારીખથી તમામ હેતુ માટે સળગ નોકરી ગણવી.
તાહિર મેમણ : ડેડીયાપાડા