ઝાંખથી અંકલેશ્વેર બસ શરૂ કરવા આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપયા હતું ! ને એમાં જાણવામાં આવ્યું હતું કે અંકલેશ્વર ડેપોમાંથી ઝાંખ – અંકલેશ્વર બસ ચાલુ કરાવીને સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી અંકલેશ્વર-ઝાખ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફો દુર થાય અને એસ.ટી. વિભાગની આવક પણ સારી થાય એમ છે દેડીયાપાડા તાલુકાના મુસાફરી જ રોજીંદી મુસાફરી કરે છે તે લોકોને ગામડેથી આવવા જવાનું તકલીફ પડે છે તો આ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફ દૂર થશે અને જાનના જોખમે મુસાફરીમાથી મુક્તિ મળશે. ડેડીયાપાડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડેડીયાપાડાથી નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર જવું પડે છે ને આ બસ વાયા નેત્રંગને વાલીયા થઇને જાય છે તો ત્યાં વિદ્યર્થિઓને વધુ સવલત રહેશે તેથી અંકલેશ્વર-ઝાંખ બસ ચાલુ કરાવતું આવેદન આપવામાં આવ્યું !
તાહિર મેમણ – ડેડીયાપાડા