Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડાના જામલી ગામે તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબીર યોજાઇ.

Share

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને દેડીયાપાડાના જામલી ગામે યોજાયેલી તાલુકાકક્ષાની પશુપાલન તાલીમ શિબીરને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકાઇ હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સરકારની અનેકવિધ યોજનાઓના લાભો લઇને અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારના લોકો પગભર બન્યાં છે. ત્યારે પશુપાલન વિભાગની આ એક આગવી પહેલ દ્વારા દેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય સાથે વધુ સંકળાય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ક્ષેત્રે વધુ વિકાસ સાધવાની હિમાયત કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, પશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મળી રહેવાની સાથે બાળકોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટીક આહાર ઉપરાંત દુધ પણ મળી રહેવાથી જિલ્લામાં કુપોષણને દૂર કરવામાં સફળતા સાંપડશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, ઉક્ત પશુપાલન શિબીરમાં દેડીયાપાડાના હરીપુરા, જામની, કાકરપાડા, મોટી કાલ્બી, સામરપાડા (સિદ્દી), ગંગાપુર અને આંબાવાડી સહિતના પશુપાલકોએ એક દિવસીય શિબીરમાં ભાગ લઇને સરકારની પશુપાલનક્ષેત્રની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ પ્રસંગે દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક પી.ડી.વર્મા, નાયબ પશુપાલન (ICDP) નિયામક ડૉ.જે.વી.વસાવા, પશુવૈજ્ઞાનિક ડૉ. ધર્મેશભાઇએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાની વર્કઆઉટ લૂક બ્લેક ટર્ટલનેક ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની હડતાળનો પાંચમા દિવસે અંત.

ProudOfGujarat

ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્ર દોડી ગયુ હતુ.આ હત્યા જુની અદાલતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!