ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે રાજ્યપાલને સંબોધીને પર્યાવરણની સુરક્ષા કરવી અને જતન ખેડાણ અટકાવવા બાબતે આવેદન આપવામાં આવ્યુ ! આવેદનમાં જાણવામાં આવ્યુ છે કે ભારત દેશ ભારતના બંધારણ મુજબ ચાલે છે અને મારો વિસ્તાર ભારત દેશના બંધારણની કલમ ૨૪૪ (૧)માં આવે છે. જળ, જંગલ, જમીન અને ખનીજનું બચાવ કરીને અમારો સમાજ જીવી રહ્યો છે. અમારા ગામમાં દરેક ઘરે પશુપાલન કરવામાં આવે છે. એ ગાય, ભેંસ, બળદોને જંગલમાં લઈને ધાસચારો ખવડાવવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષથી આ જંગલોનું નાશ કરીને ગામના મૂડીવાદી લોકોએ રાજકીય વગ ધરાવતાં તેમજ મોટાં લોકોએ ગેરકાયદેસર રીતે જમીન કબજે કરી લીધી છે. એ લોકોને ગ્રામજનો એ જંગલ નાશ કરવાનું ના પાડયું હોવા છતાં એ લોકોએ દાદાગીરી કરીને ટ્રેકટર તથા JCB મશીનથી જંગલોનો તથા પર્યાવરણનો નાશ કરેલ છે. સ્થાનિક દેડીયાપાડાના જંગલ વિભાગમાં (સોરાપાડા રંજ) નાં અધિકારીઓને જાણ કરી હતી. રૂબરૂમાં વિગતવાર માહિતગાર કર્યા હતા. પરંતુ, તે મોટા – મોટા લોકો રાજકીય વગ બતાવીને જંગલખાતાના અધિકારીઓને તેમનું કામ નિષ્ઠાપૂર્વક કરવા દેતા નથી અને તેઓને દબાવીને રાખે છે. તેથી આપ રાષ્ટ્રપતિને અમો અગાઉ પણ અરજી આપી ચુક્યા છે, અને હવે જંગલો અને અમારા પશુપાલનને ચરાવવા માટે જગ્યાનું દબાણ દુર કરવામાં આવે તે માટે તા.10.3.200 ના રોજ અમો ગ્રામજનો અમારી સાથે ગાય – ભેંસો સાથે દેડીયાપાડા મામલતદાર અને પ્રાંત કલેકટરની કચેરીની સાથે આમરાણ અં:શન કરવામાં આવશે, જે પણ બનાવ બને એના જવાબદાર તંત્ર હશે.
અમારી માંગ છે કે, અમારું જંગલ ફરીથી વિકસીત થવું જોઈએ અને જેમણે જંગલો નાશ કર્યો છે. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
તાહિર મેમણ