Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી.

Share

દેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા પતિ સામે ખૂનનો ગુનો નોંધાયો છે. જેમાં જમવા બાબતે બોલાચાલી તકરાર કરી ઝગડો કરતા ઉશકેરાયેલ પતિ એ તિક્ષ્ણ હથિયાર માથમાં મારતા પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા ડેડીયાપાડા પોલીસે
પતિ સામે ખૂનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફરિયાદી રવિદાસભાઇ ઉર્ફે મોલીયો ઇશ્વરભાઇ વસાવા (ઉ.વ 30 ધંધો.ખેતમજુરી રહે.ખોડાઆંબા નવિનગરી તા. દેડીયાપાડા જી.નર્મદા,)એ આરોપી ઇશ્વરભાઇ ફુલસીંગભાઇ વસાવા (રહે.ખોડાઆંબા,નવિનગરી તા. દેડીયાપાડા જી.નર્મદા)સામે ફરિયાદ દાખલ કરી છે.

Advertisement

બનાવની વિગત અનુસાર ફરીયાદીની માતા મરણ જનાર બહેન ટેડગીબેન ઇશ્વરભાઇ ફૂલસિંગભાઇ વસાવા( ઉં.વ.૨૦ રહે.ખોડાઆંબા, નવિનગરી, તા.દેડીયાપાડા) તેમજ આ કામના આરોપી બન્ને પતિ પત્નિ થાય છે.અને તા.૦૮/૦૬૨૦૨૧.ના રોજ આ કામના આરોપીએ આ કામે મરનાર તેની પત્નિ સાથે જમવા બાબતે બોલાચાલી તકરાર કરેલ અને આ ઝગડો કરેલ. તે વખતે આરોપીઇશ્વરભાઇ વસાવાએ મરનારને ગાળો બોલી કોઇ હથીયાર વડે માથામાં ડાબી બાજુ તેમજ કપાળમાં જમણી આંખની ભ્રમર ઉપરના ભાગે તેમજ શરીરના ભાગે કોઇ હથીયાર વડે મારમારી ગંભીર ઇજાઓ કરી આ કામના આરોપીએ પોતાની પત્નિનું સ્થળ ઉપર મોત નિપજાવી ખુન કરી ગુનો કરતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કન્ટેનરમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના કાર્યકરોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢની પગપાળા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!