પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ મહિલાઓનું અનેક પ્રકારે શોષણ થતું હોય છે. ખાસ કરીને ઘરેલું હિંસાના બનાવો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં વિશેષ જોવા મળે છે. ત્યારે ઘરેલુ હિંસાના બનાવો ન બને અને આ અંગે મહિલાઓ જાગૃત થાય એવા તેવા આશયથી મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીની કચેરી, નર્મદાના ઉપક્રમે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન
સેમિનારનું ખાતે આયોજન દેડીયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાયદાકીય માર્ગદર્શન સેમિનારમાં મહિલા અને બાળ અધિકારી તેમજ પીઆઇ દિવ્યાની બારોટે ઘરેલું ઘરેલું હિંસા કોને કહેવાય ? આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે? મહિલાઓને કેવા પ્રકારની રાહત મળી શકે? મહિલા ફરિયાદ કયાં અને કેવી રીતે કરી શકે? વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી, પીઆઈ દિવ્યાની બારોટ, હમંગુભાઈ વસાવા,એડવોકેટ હરિસિંગ વસાવા, સામાજિક કાર્યકર જેરમાબેન વસાવા, નિવાલ્દાનાં સરપંચ ધર્મેન્દ્રભાઈ વસાવા તેમજ તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા