Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગ્રીષ્માને ન્યાય અપાવવા ડેડિયાપાડાના ધારાસભ્ય એ મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરી રજૂઆત.

Share

સુરતનાં કામરેજમાં થયેલ ૨૧ વર્ષીય વિદ્યાર્થીની ગ્રીષ્મા વેકરીયાનું નરાધમ દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી, એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયુવેગે ફેલાયો હતો, જે જોતા”બેટી પડાઓ બેટી બચાવો” એ ફક્ત કહેવા ખાતર જ છે.

સોશિયલ મીડિયામાં વિડીયો જોતા લાગ્યું કે ઘણા લોકો ગ્રીષ્મા વેકરીયાને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કોઈ નજીક જાય તો છોકરીને નરાધમ મારી નાંખશે એવી બીકથી નજીક નથી જઇ રહ્યા, પરંતુ સ્પાઇડરમેન કે ભગવાન હોત તો છોકરીને બચાવી શકત, કાતો મારી પાસે સરકાર માન્ય લાયસન્સવાળી બંદૂક (રિવોલ્વર) હોત તો સટિક નિશાનાથી નરાધમને સમય સૂચકતા વાપરીને એ નરાધમને ગોળી મારીને ગ્રીષ્મા વેકરીયાને બચાવી શકતા.

Advertisement

આ ઘટના જોયા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય એ ઘણું દુઃખ વ્યક્ત કર્યું હતું, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ મા-બહેન કે બેટી સાથે આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે આવા નરાધમ સામે સખતમાં સખત પગલાં ભરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને નરાધમને એક મહિનામાં ફાંસીની સજા આપી ગ્રીષ્મા વેકરીયા અને એમના પરિવારને અને માનવતાને ન્યાય મળે એવી કાર્યવાહી કરવા મુખ્ય મંત્રીને પત્ર લખીને ભલામણ કરી છે.

તાહિર મેમણ


Share

Related posts

બોડેલી-ડભોઇ રોડ પર પાટણા પાસે ઈકો ગાડી પર ઝાડ પડ્યું, સદનસીબે કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8 કલાકે 128.82 મીટર નોંધાઈ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં લાગી આગ.આગમાં ચારથી પાંચ જેટલા મકાનો બળીને ખાક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!