Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડાનાં રાલદા ગામે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરીમાં ભ્રષ્ટાચાર, કામગીરી કરાઇ સ્થગિત.

Share

ડેડીયાપાડા તાલુકાના બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામે ૧૫ લાખના ચેકડેમના કામમાં ગેરીરિતી મળતા પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા અને તાલુકા વિકાસ અધિકારીએ ચેકિંગ કરી કામ બંધ કરાવી ગેરરિતી અટકાવી હતી. નર્મદા જીલ્લાના ડેડિયાપાડા માટે આવનારી તમામ યોજના આદિવાસી લોકોના જીવન ઉજાગર કરનારી છે પરંતુ તેમાં ભ્રષ્ટાચારે માઝા મૂકતા વાડ ચીભડા ગળે તેમ જેથી ગુજરાત સરકારના તંત્રને અને ભાજપના પાર્ટી તરફથી પણ નેતાઓને આ માટે ચકાસણી કરવી જેથી ભ્રષ્ટાચાર નિર્મૂલન કરી શકાય જેથી આજરોજ બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરી ચાલી રહી હોય જેમાં હલકી કક્ષાનું કામ થાય છે તેની ફરિયાદ પૂર્વમંત્રી મોતીલાલ વસાવાને થઈ હતી તેઓ આ કામની ચકાસણી કરવા ગયા જ્યાં તેમને માલુમ પડયું હતું કે 15 લાખ જેટલાની માતબર રકમનો ચેકડેમ સાવ હલકી ગુણવત્તાવાળો બનતો હતો જેમાં કાળી રેતી વાપરવામાં આવતી હતી તે સિવાય સિમેન્ટમાં પણ ગુણવત્તા નહોતી સ્ટીલની પણ ગુણવત્તા અને ક્વોન્ટિટી ચેક કરવી પડે તેમ છે માટે તેમણે ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાને સાથે રાખીને ચેકિંગ કરાવતા ગેરરીતિ માલુમ પડી હતી.

આ બાબતે માજીવન મંત્રી મોતીલાલ વસાવ તથા ગામલોકો સ્થળનું નિરીક્ષણ કરવા ગયા જેમાં કામગીરી હલકી કક્ષાની જણાતા હાલ સ્થગિત કરી કામ વ્યવસ્થિત કરવાના સૂચનો કર્યા,અત્યારે કામ સારી ગુણવત્તામાં થાય અને એનો ઉપયોગ લોકોને થાય તેના માટે ખાસ ધ્યાન આપવાનું જણાવવા આવ્યું હતું. કોઈપણ કામની ગેરરીતિ સરકાર કે ભાજપ ચલવવા નથી માંગતો તેવો સંકેત આપ્યો હતો.

Advertisement

આ બાબતે કનૈયાલાલ વસાવાએ જણાવ્યું હતું કે આજરોજ બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામ ખાતે ચાલતા ચેકડેમમાં પ્રાથમિક દ્રષ્ટિએ અને પૂર્વ મંત્રી ફરિયાદના કારણે ચકાસણી કરવામાં આવશે અને મટીરીયલ કમ્પલેટ થયા બાદ જ કામગીરી કરવા દેવામાં આવશે આ કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે અને જો કોઈ એજન્સી ગેરરીતિ કરશે તો બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

સુરત શહેર પોલીસ વિસ્તારમાં જ નામચીન બુટલેગરના જન્મ દિવસની ઉજવણી બાદ કોઇ પગલા ન ભરાતા અનેક પ્રશ્નો થયા ઉભા..!

ProudOfGujarat

ભરૂચ : આઇસર ટેમ્પોમાં ચોર ખાનું બનાવી શરાબનો જથ્થો ભરી લઇ જતો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

કોરોના મુક્ત અભિયાન : ભરૂચનાં શક્તિનાથ શાક માર્કેટમાં સ્પોટ વેકસીનેશન ડ્રાઈવ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!