એક વર્ષથી બનાવેલા નળમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી, પાઇપલાઇન જમીનમાં દાટવાની જગ્યા એ પાથરવામાં આવી !! ગ્રામજનોમા ભારે રોષ.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નળ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગામી વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નળ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના છેવાડાનાં ગામ ગારદામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી યોજનાને એક વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનોને એક ટીપુ પણ પાણી નસીબ થયુ નથી !!
તાહિર મેમણ