દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા સાગબારા તાલુકાના જાવલી ખાતે નર્મદા અને તાપી વચ્ચે વસવાટ કરતાં આદિવાસી લોકોને નર્મદા અને ઉકાઇ ડેમમાંથી લિફ્ટ કરીને સિંચાઇ પાણી આપવા માટે તિરંગા યાત્રા શરૂ કરી અને સાથે સાથે સાચા આદિવાસીઓને જાગૃત કરવા માટે દેવમોગરા માતાની પૂજા કરી આ યાત્રા આજે સમગ્ર સગબારાનાં ૩૦ ગામોમા યાત્રા ફરી હતી અને આજથી યાત્રાની શરૂઆત કરવામા આવી હતી. આ યાત્રામાં પોતાના વક્તવ્યમાં ધારાસભ્ય મહેશભાઈ વસાવા આક્રમક મૂળમાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે અમારી બધાની જળ જંગલ જમીનની જગ્યા લઈને સરકારે મોટા મોટા ડેમો બાંધ્યા છે પરંતુ તેનું પાણી આદિવાસી જનતાને મળતું નથી પાણીનાં કરોડો રૂપિયા સરકાર કમાય છે પરંતુ એની જનતાને સિંચાઈ માટે પાણીનું હજુ સુધી વ્યવસ્થા કરી શકી નથી. અમારી પ્રજા ડેમના કિનારે હોવા છતાં પણ પાણીના વિના વિકાસથી વંચિત છે અને જાગૃત કરવા માટે અને સિંચાઇના પાણી માટેનો આંદોલન ચલાવ્યું હતું તે સિવાય ખોટા આદિવાસી દાખલાના કારણે એકલો આદિવાસી સેકડો આદિવાસી સમાજના લોકોને નોકરી જાય છે માટે માટે સિંચાઇ માટે પાણી આપો તેવી માંગ કરી તે સિવાય બીજા એક મુદ્દા પર પણ મહેશભાઈ એ સરકારની ઝાટકણી કાઢી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજની સંખ્યાબંધ બહેનો નાની ઉંમરમાં વિધવા બને છે તેનું મુખ્ય કારણ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલી દારૂબંધી છે જેના કારણે લોકો હલકી કક્ષાનો દારૂ પીવાથી આર્થિક શારીરિક અને માનસિક બીમારી થઈ અંતે મૃત્યુ પામે છે જેના કારણે હજારો બહેનો નાની ઉંમરમાં વિધવા બને છે અને તેમણે નાના બાળકોની જવાબદારી નિભાવવા માટે શોષણનો ભોગ પણ બનવું પડે છે આવી ગંભીર પરિસ્થિતિમાં સરકાર અને તેમના પોલીસ ખાતા દ્વારા જ ડુપ્લીકેટ દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવે છે જેના કારણે કેટલાય લોકો મૃત્યુના મુખમાં ધકેલાય છે હંમેશા અમે દારૂબંધીનો વિરોધ નથી કરતા પરંતુ જ્યારે સરકારની પોલીસે દારૂની પરમીટ આવતી હોય અને નકલી દારૂ ગુજરાતમાં લાવી લાખો કરોડો રૂપિયાના હપ્તા થાય છે જે સરકાર સુધી પહોંચે છે. આમ સરકાર પણ જવાબદાર છે ત્યારે જો દારૂબંધી કરવી હોય તો સાચી દારૂબંધી કરો એમાં અમારો સહકાર હશે પરંતુ નકલી દારૂબંધીના નામે તમે શા માટે લોકોને છેતરો છો દારૂબંધી બંધ કરવી જોઈએ તે પણ તમે માંગ કરી હતી.
આ રેલીમાં તેમની સાથે પરેશભાઇ વસાવા કે મોહન આર્ય, ગૌરવ વસાવા સહીત યુવા કાર્યકરો જાવલી ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકરો તિરંગા યાત્રા કાઢી હતી અને જો સરકાર માર્ગ નહીં માને તો ઉમરગામથી અંબાજી સુધી અને ગાંધીનગર સુધી આંદોલન કરવાની તૈયારી બતાવી હતી.
તાહિર મેમણ : દેડિયાપાડા