Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતે ખેતરમાં આવેલ બોરની મોટર તથા વાયરને નુકસાન કરી ઇસમો ફરાર.

Share

ડેડીયાપાડા ખાતે ફરિયાદીના ખેતરમાં આવેલ બે બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈ બોર મોટર તથા વાયર સાથે કુલ રૂ.૩,૫૦,૦૦૦/- જેટલાનું નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી નગીનભાઈ સીંગાભાઈ વસાવા (રહે,ભૂતબેડા તા,ડેડીયાપાડા જી.નર્મદા) એ ડેડીયાપાડા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીના ખેતરમાં કોઈ અજાણ્યા ઇસમ ખેતરમાં પ્રવેશ કરી બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈ રૂ.૫૦,૦૦૦/- જેટલાનું નુકશાન કરી તથા બીજો બોરમાં પથ્થર નાખી બોર મોટર તથા વાયર સાથે રૂ.૧,૫૦,૦૦૦/-નું નુકશાન કરી તથા શારદાબેન દલસુખભાઇ વસાવાના બોર તથા મોટરને રૂ.૧૫૦૦૦૦/-નું નુકશાન કરી કુલ રૂ.૩,૫૦,૦૦૦/-જેટલા નું નુકશાન કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કાપડ પર GST વધારો મોકૂફ થતાં સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

નવા સંબંધમાં આ 5 વાતો ભૂલીને પણ ગર્લફ્રેન્ડને ન કહો.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!