Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડામાં બાળકો અને માતા- પિતા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો.

Share

NPWF સંસ્થા દ્વારા સંચાલિત તપોવન પાઠશાળા – નર્મદા કેન્દ્ર કુટિલપાડાનાં બાળકો અને માતા-પિતા સ્નેહમિલનનો અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં NPWF સંસ્થાના અધ્યક્ષ ભરત એસ તડવી (NVG), સામાજિક કાર્યકર ગોપાલભાઈ વસાવા, પૂજ્ય ગુરુ રાઘવદાસ મહારાજ, તપોવન પાઠશાળા કેન્દ્રનાં શિક્ષક નગીનભાઇ વસાવા, મહિલા માર્ગદર્શક પરિધાબેન વસાવા સાથે સ્થાનીક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમા 31 બાળકોનાં માતાપિતા હાજર રહયા હતા. આ કાર્યક્રમનાં પ્રેરક શિક્ષક સુરેન્દ્રભાઈ વસાવા દ્વારા માતા-પિતાની આત્મીય મહત્વતા સમજાવી બાળકો દ્વારા માતા-પિતાનું સમૂહ પુજન કરી એક ખૂબ ઉમદા સંકલ્પ સાથે દરેક બાળકો દ્વારા માતા-પિતાની મહાઆરતી કરવામાં આવી હતી. NPWF સંસ્થાના અધ્યક્ષ દ્વારા માતા-પિતાની પ્રાથમિક નૈતીક ફરજો અને બાળકોની સાવચેતી અંગે વિસ્તાપૂર્વક માગૅદશૅન પૂરું પાડવામાં આવ્યું હતુ સાથે પાઠશાળાનાં બાળકોને વધતી જતી ઠંડીમાં બાળકો નિયમિત પણે અભ્યાસમાં જોડાયેલા રહે છે તેથી બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથે બાળકો દ્વારા માતા- પિતાની મહાઆરતીનાં પ્રસાદ રૂપે અલ્પાહાર કરાવવામાં આવ્યો અને સ્ટેજ સંચલક ડૉ.ધરમસિંગભાઈ અને પ્રદીપભાઈ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાના પહેલા જ દિવસે છબરડો

ProudOfGujarat

મંગલિયાણા ગામે કુવામાથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી સંધ દિવસ અંતર્ગત મૂળ નિવાસી સંધ તેમજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!