ભારતીય ટ્રાયબલ પાર્ટી ડેડીયાપાડા ઉપપ્રમુખ જગદીશભાઈ દ્વારા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સીન્ગલોટી ગમે પ્રાથમિક શાળા સીન્ગલોટીમાં અંદાજિત 62 બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા. સ્લમ વિસ્તારના બાળકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે એ હેતુથી સ્વેટર આપવામાં આવ્યા. સ્વેટર મેળવીને બાળકોના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર આપીને btp સભ્યોએ માનવ સેવા પરમો ધર્મ આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું.
ડેડીયાપાડા ભારતીય ટ્રાયબલ પાર્ટી ડેડીયાપાડા ઉપપ્રમુખ જગદીશભાઈ દ્વારા આ વિતરણ કરવાથી બાળકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને ગરીબ બાળકોએ આ સ્વેટર રોજ સ્કૂલે પહેરીને આવશે તેમ જણવ્યું હતું. આ સત કાર્યમાં શાળાના તમામ સ્ટાફ અને શિક્ષકો હાજર રહી અને આ કાર્યમાં પૂરતો સહયોગ આપ્યો હતો અને કાર્યક્રમ કરે છે તે બદલ તેમનો આભાર માની આ કાર્યને બિરદાવ્યું હતું.
તાહિર મેમણ : ડેડીયાપાડા