Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડિજિટલ ગુજરાતના વિકાસને પોકળ સાબિત કરતું નર્મદા જીલ્લાનું નાનકડું ગામ ગારદા.

Share

દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને સમગ્ર દેશમાં મોડેલ તરીકે દર્શાવાય છે. ત્યારે ગુજરાતના નર્મદા જીલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. ડેડીયાપાડા તાલુકાનું છેવાડાનું અંતરીયાળ ગામ ગારદા અહીંયાની ભૌગોલીક પરિસ્થિતિ કઈક આવી છે કે એક તરફ નદી કિનારો અને બીજી તરફ ડુંગર અને વનરાજી માં વસેલું ગામ, આવી વિકટ પરિસ્થિતિ આજે ૨૦૨૧ના આધુનિક વર્ષમાં પણ જોવા મળે છે.

ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, જેના ઓટલાની તમામ પત્થરો (ટાઈલ્સ) નીકળી ગઈ છે, અને જેમાં સાપ, વીંછી જેવા સરીસર્પ ભરાઈ રહેતા હોય છે, ન કરે નારાયણ અગર કોઈ બાળકને ડંખ મારે અને કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ?? એવા પ્રશ્નો હાલ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે અને જર્જરિત આંગણવાડી કે જેનો ઓરડ રસોડું પણ જમીનમાં બેસી ગયું છે, અને જેની છતના કોઈ ઠેકાણા નથી, જે ચોમાસા દરમિયાન આખી છત ગળી પડે છે, અને શૌચાલય પણ ખંડેર હાલતમાં થઇ બિનઉપયોગી થઈ જવા પામ્યું છે, તેમ છતાં જર્જરિત આંગણવાડીમાં એટલે મોતના મુખમાં બાળકોને ભણાવવા મજબૂર થવું પડ્યું છે.

Advertisement

ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકો ભણે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસાની ત્રણેય ઋતુમાં આ બાળકોને કેવી તકલીફ પડતી હશે તે સમજી શકાય તેમ છે. છતાં પણ કોઈ અધિકારીઓને આ નજરમાં આવતું નથી. ગામના લોકો માંગણી કરી રહ્યા છે કે હવે ખરાબ અને જર્જરીત હાલતમાં હોય તેવી આંગણવાડીઓ તરફ જવાબદાર વિભાગ અને સરકાર ધ્યાન આપે અને તેનું સમારકામ/નવીનીકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

તાહિર મેમણ


Share

Related posts

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સુબીર ખાતે સન્માન કરાયું.

ProudOfGujarat

રાજ્યમાં આંખ આવવાના કેસમાં 40 ટકાનો વધારો, રાજ્ય સરકારે એડવાઈઝરી બહાર પાડી

ProudOfGujarat

તરોપા રાજપીપળા વચ્ચે કુંવરપરા નજીકની રેલ્વે ફાટક રિપેરિંગ માટે બે દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!