Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ.

Share

3 જી ડિસેમ્બરના રોજ ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી કુલ 171 દિવ્યાંગ બાળકો આવેલ હતા. જેમાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ જિલ્લાના આઇ ઇ ડી કો ઓ અમિતભાઇ રાવલ જિલ્લા એમ આઇ એસ ગુરુભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓને કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું. બી.આર.સી કો.ઓ તેજશ વસાવા તથા એજ્યુકેટર તેમજ તાલુકાના સી આર સી કો ઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ બાળકોને બસ પાસ, યુ ડી આઇ ડી કાર્ડ, ગુર્લ્સ સ્થાયપન્ડના ચેક તથા વિવિધ પ્રકારની કીટોનું પણ વિતરણ કરવામાં આવેલ હતું.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

ગોધરા પાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીએ વરસાદના કર્યા વધામણા. જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ સંકુલોને વ્યવસાયવેરો ભરવા અંગે તાકીદ કરવામાં આવી છે.

ProudOfGujarat

નવસારી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બે યુવકનું મોત નીપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!