Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના દેડિયાપાડાના મોટાસુકા આંબા ગામે એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર.

Share

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટાસૂકા આંબા ગામે મકાનમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ તિજોરી ખોલી તિજોરીમાં મુકેલ રૂપિયા 85,500 ના સોના ચાંદીનાં ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના મોટાસૂકા આંબા ગામે રહેતા દામજીભાઈ ઈશ્વરભાઈ વસવાના મકાનમા પ્રવેશ કરી બે અજાણ્યા ઈસમોએ ઘરમાં પાકીટમાં મુકેલ ચાવી લઇને તિજોરી ખોલી તિજોરીમાં મુકેલ ચાંદીનાં સાંકળા બે જોડી કિંમત 45 હજાર, કમરનો ઝૂડો કિંમત 18 હજાર, ચાંદીની ચેન કિંમત 3 હજાર, સોનાની વિટી કિંમત 12 હજાર, સોનાની જડ નંગ 5 કિંમત 2500 તેમજ રોકડ રૂપિયા 5000 મળી કુલ 85,500 ની કિંમતની સોના ચાંદીની રકમો સહિત રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.

Advertisement

મકાન માલિકને આ બાબતે જાણ થતાં તેણે દેડિયાપાડા પોલિસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ચોરોને ઝડપવાના ચક્રો ગતીમાન કર્યા છે.

તાહિર મેમણ


Share

Related posts

વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ પૂનમ સુધી ચૈત્રી સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાશે.

ProudOfGujarat

લીંબડી ખાતે તાલુકા કક્ષાનો 52 મોં યુવાઉત્સવ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પોલીસતંત્રનાં કોન્સ્ટેબલ માટે અનેરી ખુશ ખબર જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!