– બેડ, ઑક્સીજન, અને રેમડીસિવર ઇન્જેક્શન માટે ગ્રાન્ટની આ રકમ વપરાશે.
ભરૂચ ઉપરાંત નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી દેડિયાપાડા અને સાગબારા તાલુકાના કેટલાક દર્દીઓ ઑક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા. ત્યારે આને લઇને લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. લોકોની રજૂઆતને ધ્યાને લઇને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એમની વ્હારે આવ્યા છે. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.૨૫ લાખની રકમની દેડીયાપાડાના કૃષિ ઇજનેરી કોલેજ તથા સીએચસી ખાતે ઉભા કરેલા કોરોના કેર સેન્ટર અને સાગબારાના કન્યા આદર્શ નિવાસી શાળા ખાતેના કોરોના કેર સેન્ટર ખાતે બેડ, ઑક્સીજન અને રેમડીસિવર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ફાળવણી કરી છે. તાત્કાલિક ધોરણે ઉપ્લબ્ધ કરવા જે તે વિભાગને જાણ કરવામાં આવી છે. સ્થાનિક લોકોને અહીં જ પૂરતી સારવાર મળી રહશે, એ જાણીને લોકોએ હાશકારો અનુભવ્યો છે અને આવનાર સમયમાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના સામે લડવા લોકોને જ્યારે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરવા ગ્રાન્ટની જરૂર પડશે તો ફાળવણી કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ