હવામાનની આગાહીના પગલે દેડીયાપાડાનાં વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને શિયાળાની આ ઋતુમાં ફરી છત્રીઓ, તેમજ રેઈનકોટ પહેરવા મજબૂર થવું પડ્યું છે.
દેડીયાપાડાનાં મંડાળા, ગારદા, ખામ, ભૂતબેડા, ખાબજી, ભરાડા, અલ્માવાડી સહિત અનેક ગામોમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાના પાકમાં ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ જવા પામી છે. જેમાં કપાસ, ડાંગર, તુવેર, જુવારના પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.
Advertisement
તાહિર મેમણ