Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરાઇ.

Share

14 નવેમ્બરથી સમગ્ર દેશમાં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ અને ડિસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક દ્વારા સહકાર સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાયો હતો. જેના ભાગ રૂપે “મહિલાઓ, યુવાનો અને નબળા વર્ગો માટે સહકારીતા” વિષય પર ડેડીયાપાડા ખાતે સેમિનારનું આયોજન થયું હતું.

જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ વત્સલાબેન, મંત્રી રવીન્દ્રસિંહ રણા તથા મહિલા વિભાગના પ્રમુખ નિરુબેન અહિરે મહિલાઓ, યુવાનો અને નબળા વર્ગોમાં સહકારી ક્ષેત્રના યોગદાન ઉપર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડેડીયાપાડાની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં ઝાડાઉલ્ટી તાવના કેસનો વધારો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!