નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા પોલીટેકનિક કૃષિ ઇજનેરી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.ટી.એમ.ઓનકારનાં હસ્તે સતત ખડે પગે ફરજ બજાવતા નિષ્ઠાવાન પોલીસકર્મીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, વન કર્મીઓ, સરપંચો, શિક્ષકો તેમજ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ટી.એમ.ઓનકાર દ્વારા જણાવાયુ હતું કે કોઈપણ નાગરિક સાથે અન્યાય થાય, અધિકારીઓ કે કર્મચારીઓ સાથે અન્યાય થાય તેવા સમયે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ લોકોનો અવાજ બનશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ટી. એમ.ઓનકાર, નેશનલ પ્રેસિડેન્ટ મુકેશ ભગત, સામાજિક કાર્યકર શંકરભાઈ વસાવા, ડેડીયાપાડા તા.પં.ઉપ પ્રમુખ માધુભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ દક્ષાબેન રોહિતભાઈ વસાવા, ડેડીયાપાડા સરપંચ રાકેશભાઈ નિવાલ્ડા સરપંચ ધમાવ્હાઈ IHRPC નર્મદા જિલ્લા ચેરમેન IHRPC નર્મદા જિલ્લા વાઇસ ચેરમેન દેડીયાપાડા તા.પ્રમુખ, IHRPC જગદીશ વસાવા, સામાજિક કાર્યકર રાજ વસાવા, રાજેન્દ્રભાઈ વસાવા સામાજિક કાર્યકર, સરપંચો, પોલીસ કર્મીઓ, આરોગ્ય વિભાગ અધિકારીઓ, વન કર્મીઓ, શિક્ષકો, પત્રકારો તેમજ આંરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં હોદેદારો તેમજ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
તાહિર મેમણ : ડેડીયાપાડા