આજરોજ તારીખ 18/10/2021 ના રોજ આમ આદમી પાર્ટી નર્મદા વતી સાગબારા તેમજ ડેડીયાપાડા તાલુકાને ઉકાઈ- નર્મદાનું પણ સિંચાઈ માટે આપવામાં આવે તે બાબતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું. જેમાં આદિવાસી સમાજ માટે કાયમ અવાજ ઉઠાવનાર યુવા નેતા અને નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ ડો. કિરણ કિરણ વસાવાએ જણાવ્યું કે તાપી નદીના ઉકાઈ જળાશયમાં અને નર્મદા નદી પર સરદાર સરોવર જળાશય યોજનામાં નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના લોકોની જમીનો સંપાદિત થયેલ છે. છતાં પણ જિલ્લાના આદિવાસી સમાજને સિંચાઈ માટે પાણી આપવામાં નથી આવતું અને અન્યાય કરવામાં આવે છે. ત્યારે વહેલી તકે સિંચાઈ માટે પાણી પોહચાડવા માટે નહેરોના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે અને તેમ ન કરવામાં આવે તો આવતા સમયે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
આ આવેદન પત્ર આપવા માટે ડો. કિરણ વસાવા સાથે, સાગબારા આપ પાર્ટી પ્રમુખ મહેશભાઈ પાડવી, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ, અમરસિંગભાઈ, ફુલસિંગભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાહિર મેમણ : ડેડીયાપાડા