ડેડીયાપાડા વિસ્તારના ૨૧ લાખના વિદેશી દારૂની હેરાફેરીના કેસનો મુખ્ય આરોપીને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. હિમકર સિંહ,પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા તેમજ જીલ્લામાં દારૂ, જુગારની હેરાફેરીમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડવાની સુચના અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. એ જીલ્લાના ગુનાના કામે
નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી હતી જેમાં વિદેશી દારૂનો કુલ કિ.રૂ.૨૧૬૯,૯૦૦/-ના મુદ્દામાલ પકડવામાં આવેલ છે. વિદેશી દારૂની હેરાફેરી કરનાર મુખ્ય આરોપી વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય (રહે. પારસી ટેકરા ડેડીયાપાડા તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાસતો ફરતો હોય અને પોતાની અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે નાસતો ફરતો હતો જેને ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સની મદદથી ડેડીયાપાડા ખાતેથી ઝડપી ગુનાના કામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા