ડેડીયાપાડા આદિવાસી વિસ્તારોમાં જંગલ કામદાર મંડળીઓની જમીનોનું ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો રદ કરવા માટે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ નો હેતુ સહકારી સંસ્થાઓના માધ્યમ દ્વારા જાહેર જનતાને આર્થિક-સામાજિક રીતે પ્રોત્સાહન કરવાનું છે. આદિવાસી વિસ્તારોમાં પણ જંગલ કામદાર સહકારી મંડળીઓ બનાવવામાં આવી હતી. આવી મંડળીઓને વનપેદાશો, લાકડાના સંગ્રહ અને વેચાણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જમીનો ફાળવવામાં આવી હતી. આ મંડળીઓની જમીનોને હેતુફેર કરી સભાસદોના જાણ બહાર સહકારી મંડળીઓના નિયમોને નેવે મૂકી સભાસદોને વિશ્વાસમાં લીધા વિના કે સામાન્ય સભા, કમિટીની પૂર્વ મંજૂરી લીધા વિના બારૌ-બાર બિલ્ડરોને વેચી દેવાના કિસ્સા બહાર આવેલા છે.
આદિવાસી વિસ્તારોમાં ડેડીયાપાડા, સાગબારા, ઉમરપાડા, નેત્રંગ તાલુકાના સભાસદોની મારી સમક્ષ રજુઆતો આવેલી છે. ડેડીયાપાડા તાલુકાની ” ધી પાનસર વિભાગ જંગલ કામદાર મંડળી લી. જી.નં ૮૮૫ તા. 16-2-1963 થી નોંધાયેલ છે. જેના જમીનનો સી. ટી. સર્વે નંબર.૧૦૬૮ ક્ષેત્રફળ ૮૪૦6.૮૨ ચો.મી. જમીન સભાસદો કે કમિટીની જાણ બહાર બારોબાર “યુનીટી ડેવલોપર્સ બિલ્ડરોને” ને વેચાણ કરી, દસ્તાવેજ કરી દેવામાં આવેલ છે. તેવી જ રીતે સાગબારા, ઉમરપાડા, નેત્રંગ તાલુકામાં સભાસદોની રજુઆત મારી સમક્ષ આવેલ છે. જેથી તા. ૨૦/૦૪/૧૯૮૭ થી હુકમથી સહકારી મંડળીએ બિનખેડૂત ની તરફેણમાં કરવામાં આવેલ વેચાણ રદ ગણાય. ગુજરાત ઓનરશીપ ફ્લેટ એકટ ૧૯૭૩ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના ૧૯૯૨ ના હુકમ ક્રમાંક/૧૨/૨૪ મુજબ જે પણ જંગલ કામદાર મંડળીઓએ જમીનો વેચીને નીતિનિયમો વિરુદ્ધ દસ્તાવેજો બનાવેલા છે. તેમના નાણાકીય હિસાબો, માલિક નું રજીસ્ટ્રર વ્યકિતગત ખાતાવહી, જમીન દરતાવેજો, ટાઇટલ ક્લીયરસ, એન.એ.એન.ઓ.સી, પ્લાન એસ્ટીમેન્ટ, બાંધકામની મંજૂરીઓ, નોંધણી પ્રમાણપત્ર, વગેરેની રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યને ચકાસણી કરાવી તાત્કાલિક રદ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરવામાં ન આવે તો અમારે જન આંદોલન કરવાની ફરજ પડશે એમ પત્રમાં ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા જાણવામાં આવ્યું છે !
તાહિર મેમણ : ડેડીયાપાડા