Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડા તાલુકાનાં ચોપડાવાવથી દેડીયાપાડા રોડ પર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ચાલકનું મોત.

Share

દેડીયાપાડા તાલુકાના ચોપડાવાવથી દેડીયાપાડા રોડ પર મોટરસાયકલ પોતાના વાહનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું છે. આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી રમીલાબેન જામસિંગભાઈ બાબુભાઈ તડવી (રહે, ખાપર, તોડલીયા ફળિયા તા. અક્કલકુવા જી.નંદુરબાર) એ ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આ કામના મરણ જનાર જામસિંગભાઈ ભગુભાઈ તડવીનાઓ તા. 17/3/21 ના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ હીરો હોન્ડા પ્રેસન પ્લસ નંબર એમ એચ 18 એસ 8669 મોટરસાયકલ ચોપડાવાવથી આગળ દેડીયાપાડા રોડ પર પોતાના વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી પોતાની મોટરસાયકલ સ્લીપ ખવડાવી પોતાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ, 9 દિવસ માંગલિક કાર્યો પર લાગશે બ્રેક

ProudOfGujarat

માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી 321 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

વાંકલની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં વિકલાંગ સહાય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!