– ગામના લોકોએ ૭ કિલો મીટર દુર ચોપડી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા જવું પડતું જેથી વયોવૃધ્ધ, શારીરિક અશક્ત, અપંગ, અંધ લોકો લોકશાહીમાં મતાધિકારનાં ઉપયોગથી વંચિત ના રહે તે માટે સૌ ટકા મતદાન થાય ગામમાં મતદાન મથકની માંગ.
નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં રીગાપાદર ગામનાં મતદાર લોકોએ ચુંટણીઓમાં મતદાન કરવા માટે છેક ચોપડી ગામની પ્રાથમિક શાળામાં આવેલ મતદાન બુથ મથકે પગપાળા કાચા રસ્તે ચાલતું ૭ કિલો મીટર ગામથી દુર જવું પડતું હતું જેનાં પગલે ઘણા ખરા મતદારો પોતાની મતદાન કરવાની ફરજ ચુકતા હતાં અને 100 ટકા મતદાન થઈ શકતું ન હતું. ગ્રામજનોને અનેક પારાવાર મુશ્કેલીઓની તકલીફોનો સામનો કરવો પડતો હતો ખાસ કરીને લોકશાહીના આ મહા પર્વમાં વયોવૃધ્ધ, શારીરિક અશક્ત, અપંગ,અંધ લોકો પોતાના મતાધિકારનાં ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિ વંચિત નાં રહે અને 100 ટકા મતદાન ગામમાં જ થાય ખેડુતો, મજુર વર્ગ મતદાન કરીને પોતાના રાબેતા મુજબનાં કામકાજમાં જોતરાય શકે. ગામમાં મતદાન મથક હોય તો ગામનાં લોકો નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે જ્યારથી દેશમાં લોકશાહીની સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધી આ ગામનાં લોકો વર્ષોથી બીજા ગામમાં જઈ મતદાન કરીને વોટ આપવો પડે છે ગામનાં મતદાર લોકો ગામમાં જ નિપક્ષ રીતે મતદાન કરી શકે તે માટે ગામના આગેવાનો વિરસિંગભાઈ વસાવા, જયસિંગ વસાવાની આગેવાની નેતૃત્વ હેઠળ ગ્રામજનોએ મુખ્યમંત્રી, રાજ્યપાલ, મુખ્ય ચુંટણી કમિશનરને સંબોધીને જિલ્લા ચુંટણી અધિકારી કલેકટર નર્મદાને આવેદનપત્ર આપી હકીકત લક્ષી રજુઆત કરવામાં આવી હતી.
ગ્રામજનોની હકીકતલક્ષી રજુઆતને ધ્યાને લઈ રીગાપાદરનાં ગ્રામજનો સહેલાઈથી મતદાન કરી શકે મતદારો મતદાન કરવા છેક ચોપડી ગામ સુધી લાબું થઈ ચાલીને ન જવું પડે તે માટે મતદાન મથક મંજુર કરીને મતદાન બુથ મથક ફાળવાં અંગે ગામની સ્થળ સ્થિતિનો ત્યાગ મેળવાની કામગીરીનું નિરીક્ષણ કાર્ય કરવાં અર્થે નાયબ કલેક્ટર ચુંટણી અધિકારી એ.આઈ. હરપતિ સહિતનો મામલતદાર ટીમનો સ્ટાફ કરણસિંહ રાજપુત રીગાપાદર ગામે પહોંચ્યા હતાં જયાં શાળાનું ચાલતી કામગીરીની ચકાસણી કરી હતી અને મતદાન બુથ મથક ગોઠવણી અંગે ગ્રામજનો સાથે ચર્ચા વિમર્સતા કરવામાં આવી હતી. ગામના લોકોને હવે આઝાદીના ૭૫ વર્ષ પછી ગામમાં જ મતદાન વોટ કરવાનો અવસર પ્રાપ્ત થશે જે નોંધપાત્ર ઘટનાં કહી શકાય ગામ લોકોએ હવે ૭ કિલો મીટર દુર આવેલા ચોપડી ગામ સુધી લાબું થઈ મતદાન કરવા માટે હવે જવું નહી પડે આખરે ગ્રામજનોની મતદાન બુથ મથક મેળવાની રજુઆતની મહેનત રંગ લાવી સફળ થઈ ઉભરી છે. ઉચ્ચ અધિકારીની જાત નિરીક્ષણ સ્થળ તપાસને પગલે બુથ મથકો સંદર્ભમાં ખોટા રિપોર્ટ કરતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ અંગે ગામના આગેવાન જયસિંગભાઈ વસાવા અને વિરસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત ચુંટણી નિયમો ૧૯૯૪ નાં નિયમ-૮ મુજબ જાહેર કરેલી મતદાન મથકેની સુચના નંબર-૨ મુજબ મતદાન કરવા માટે કોઈ પણ મતદારે સામાન્ય રીતે ૨ કિલોમીટર કરતાં વધારે ચાલવું ન પડે તે રીતે મતદાન મથકો રાખવાના હોય છે. ઓછી વસ્તીવાળા પહાડી અથવા જંગલ વિસ્તાર માટે આ નિયમમાં છુટછાટ મુકી શકાશે. મતદારે બિન જરૂરી વધારે અંતર ચાલવું ન પડે તે માટે ગણનાપાત્ર ઓછી સંખ્યાના મતદારો માટે પણ મતદાન મથકો આપવાનાં રહેશે. તેવી જોગવાઈ છે અને નિયમ ૨(ઝ) મુજબ કોઈ ગામ અથવા પેટાપરાના વિસ્તારમાં સરકારી શાળા, આંગણવાડી અથવા સરકારી માલિકીનું કોઈ મકાન ન હોય તેવી જગ્યાએ મતદાન મથક ફાળવવા માટે ખાનગી મકાન અથવા વિસ્તારમાં રેકવીજીશન કરી વિધિસર મેળવી લેવાનું રહેશે અને ખાનગી મકાન માલિકની સંમતિ મેળવી બુથ ફાળવી શકશે. જ્યારે નંબર-૨(ડ)ના નિયમ મુજબ જયાં મંડપમાં મતદાન મથક રાખવું જરૂરી જ હોય ત્યાં હંગામી રીતે મતદાન મથક મંડપમાં ગોઠવી મંડપમાં મતદાન મથકની વ્યવસ્થા મતદારો માટે ઉભી કરી રાખી શકાશે. તેવી ચુંટણી નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે.
તાહિર મેમણ