તારીખ 2 ઓક્ટોબર શનિવારના રોજ 12 : 30 કલાકે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા એકાએક આકાશી વીજળી પડી હતી, જેમાં ગામમાં રહેતા કેટલાક પશુપાલકોના મૂંગા પશુઓ પર આકાશી વીજળી પડી હતી, અને કેટલાંક પશુઓનું વીજળી પડવાથી મરણ થયું હતું.
જેમાં ગામના ખુમાનસિંગ કાલસીયાભાઈનું એક બળદ કિંમત રૂપિયા 30,000/-, મંગાભાઈ નકટિયાભાઈની ત્રણ બકરી કિંમત રૂપિયા 15,000/-, રૂમાભાઈ નવાભાઈની ત્રણ બકરી કિંમત રૂપિયા 15,000/- , ગીબિયા મારગિયાની ત્રણ બકરી 15,000/-, બાવા ઓલિયાની એક બકરી કિંમત રૂપીયા 5,000/-, રાજીયા કાલસીયાની પાંચ બકરી કિંમત 25,000/- અને ખુમાનસિંગ નકટિયાની એક બકરી કિંમત 5,000 /- મળી કુલ 1,10,000/- ની કિંમતના મૂંગા પશુઓનું મરણ થતા ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સરપંચ અનિરુદ્ધભાઈ વસાવા દ્વારા સ્થળની મુલાકાત લઈ જવાબદાર તંત્રને જાણ કરતો પત્ર લખ્યો હતો, તેમજ મોટા પ્રમાણમાં પશુપાલકોની નુકશાની બાબતે સરપંચે સાંત્વના આપી મદદરૂપ બન્યા હતા.
તાહિર મેમણ