ડેડીયાપાડા ખાતે આવેલ નવસારી યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2021 નું રોજ કરવામાં આવી હતી. જેમાં કેવિકે ઓફિસ અને ફાર્મની સાફ-સફાઈ કરવામાં આવી, અને કેવિકે ના શ્રમયોગિયોને સેનિટાઇઝર કીટ વિતરણ કરવામાં આવી અને સ્ટાફ મેમ્બરએ સ્વચ્છતાની શપથ લીધી અને ડૉ. મીનાક્ષી તિવારીએ જણાવ્યુ કે સ્વચ્છતાનો કાર્યક્રમ આખો મહિનો ચાલશે.
આજરોજ મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિતે જે રીતે મહાત્મા ગાંધી પોતાના સિધ્ધાંતો પર ચાલીને દેશને અંગ્રેજોથી મુકિત આપવી હતી તે જ રીતે દેશને ગંદકીથી મુક્ત કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ બની છે. ડેડીયાપાડા ખાતે આજરોજ સાફ સફાઈ અર્થે નવસારી યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાનની શરુઆત કરવામાં આવી હતી જેમાં શ્રમિકો દ્વારા પ્રાંગણ સહિત ઓફિસને સાફ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
તાહિર મેમણ