દેડિયાપાડા તાલુકામાં તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જોરદાર વરસાદ પડ્યા કરે છે. જેને લીધે જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણીના દર્શન થાય છે. દેડિયાપાડા તાલુકાના મોટી સિગલોટી ગામે છલિયા જેવું નાનું નાળું આવેલું છે. અને તા. ૨૧/૯/૨૦૨૧ ના રોજ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આ નાના નાળાં ઉપર વરસાદના પાણી ભરાઈ ગયાં હતાં અને પાણી ફરી વળતાં મોટી સિગલોટી અને ગળી, બેબાર વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વાહનો અને લોકો માંડ માંડ પસાર થઈ શકતાં હતાં. ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મોટી સિગલોટી અને ગડી બેબાર ગામનાં લોકોએ માંગણી કરી હતી કે આ નાના છલિયા જેવા નાળાની જગ્યાએ મોટું નાળું બનાવવામાં આવે એવી લોકોએ માંગણી કરી હતી. મહાદુઃખ વાત એ છે કે મોટી સિગલોટીથી ગડી સુધીનો પાંચ કિલોમીટરનો રસ્તો પણ ઉબડખાબડ થઈ ગયો છે. ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે, બિસ્માર હાલતમાં છે. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સત્વરે આ રસ્તો સારો બનાવવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે.
તાહિર મેમણ : દેડિયાપાડા