તારીખ ૨૧ સપ્ટેમ્બર મંગળવારના રોજ આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં વસાવા મંગાભાઈ કાલિયાભાઈના ઘર પર ગત રાત્રીના તારીખ 20 સપ્ટેમ્બરના રોજ આકાશી વીજળી એકાએક પડતા જ ઘરમાં બાંધેલા તેમના બે મૂંગા પશુનું સ્થળ પર જ મૃત્યુ થઈ જવા પામ્યું હતું, બંને ખેતીમાં વપરાતા બળદો હોવાના કારણે ધરતી પુત્ર પર મુશ્કેલીના વાદળ છવાઈ ગયા છે, ત્યારે ઘટના ની જાણ પંચાયતને થતા, જવાબદાર તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઇ સ્થળની મુલાકાત લીધી હતી, તેમજ પશુના માલિકને આશ્વાસન આપી ખેડૂતને તંત્ર દ્વારા મદદરૂપ થવા માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં પત્ર લખી જાણ કરી હતી.
તાહિર મેમણ, ડેડીયાપાડા
Advertisement