વન વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ નીરજ કુમારને મળેલ ગુપ્ત બાતમીના આધારે આર.એફ.ઓ. દેડીયાપાડા આર.જી.વસાવા અને આર.એફ.ઓ.સોરાપાડા જે,એ.ખોખર બંને રેન્જોના સ્ટાફની ટીમ બનાવી તથા બંટાવાડી, ઘનપીપરનાં વિસ્તારમાંથી ખેર લાકડાં ભરેલી ગાડી નીકળવાની હોય તેવા મેસેજ નાયબ વન સંરક્ષક નર્મદાને મળતાં મધ્યરાત્રી દરમ્યાન સદર વિસ્તારમાં વોચ ગોઠવતાં બંટાવાડી વિસ્તારમાંથી પુર ઝડપે એક ટ્રક આવતા તેને વન વિભાગની ટીમે અટકાવતાં ગાડી ડ્રાઇવર તથા તેમના સાથીદાર બંને અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ હતાં.
ત્યારબાદ ગાડી ચેક કરતાં તેમાં બીન પાસ પરમીટ વગરનાં ગેર કાયદેસર ખેરના લાકડાં ભરેલ જોવા મળેલ હતાં જેથી સદર ગાડીને દેડીયાપાડા રેન્જ કચેરી ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં સી.સી.વસાવા રા.ફો.ગંગાપુર તથા કે.બી.ભીલ બી.ગા.ઘનપીપર, એ.એન.વસાવા બી.ગા.ગંગાપુર-1 તથા એસ.બી.ડાભી બી.ગા.ખટામ પી.એલ.ગોસાંઇ વ.ર.સ. અંજનવઇ તથા રોજમદારોએ મહત્વની ભુમિકા ભજવેલ હતી. પકડેલ ગાડીમાં ભરેલ મુદ્દામાલ છોલેલાં ખેર નંગ – 24, ઘ.મી. 1.509 તથા ગાડી જપ્ત કરેલ છે. મુદ્દામાલ લાકડાં ગાડી મળી અંદાજે કુલ – 5.00 લાખનો ખેરના લાકડાનો મુદ્દામાલ જપ્ત કરી કેશ કરેલ છે. જ્યારે ફરાર જંગલ ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.
તાહિર મેમણ, ડેડીયાપાડા.