રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 163 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા, સુરત અને નવસારી જિલ્લામાં થયો છે. નર્મદાના દેડિયાપાડામાં 220 મિમી, સાગબારામાં 142 મિમી, સુરતમાં પલસાણામાં 127 મિમી, સુરત શહેરમાં 112 મિમી જ્ચારે નવસારીમાં 98 મીમી વરસાદ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકના ગાળામાં 61 તાલુકાઓમાં વરસાદ થયો છે.
તાહિર મેમણ – ડેડીયાપાડા
Advertisement