ડેડીયાપાડા તાલુકાના યુવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કલેકટર કચેરીએ આવેદન આપીને અદ્યતન સુવિધાજનક તાલુકા કક્ષાની લાયબ્રેરી બનાવી આપવાની માંગણી કરતુ આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા વારંવાર પરિક્ષાઓ બહાર પાડવામાં આવે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ યુવાનોની ભરતી કરવામાં આવે છે, પરંતુ અત્રેના દેડીયાપાડા તાલુકા ખાતે લાયબ્રેરીની જે જર્જરિત હાલતમાં છે તેમજ ધરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય તેવું અનુકુળ વાતાવરણ કે સુવિધા ન હોવાથી અમો આવી પરીક્ષામાં પાસ થઈને મેરીટમાં આવી શકતા નથી ને ડેડીયાપાડાની લાયબ્રેરી જાર્જિત હાલતમાં હોય ઉપયોગ નહિવત માત્રામાં થવા પામે છે, ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં આવતી પરીક્ષાઓ અમારી સાથે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા હોઈ, તેખો શહેરી વિકાસ જેવા કે ગાંધીનગર, અમદાવાદ જેવી વિકસિત અને શૈક્ષણિક રીતે ખુબ જ ખાગમ પડતા તેમજ અઘનન સુવિધાઓ પુરી પાડતા વિસ્તારમાં રહીને ટયુશન ક્લાસિસ સાથે અદ્યતન લાયબ્રેરીમાં તૈયારીઓ કરે છે, જેથી અમે તે યુવાનો-વિદ્યાર્થિઓની જેમ તૈયારી કરી શકતા નથી તેમજ ગરીબ કુટુંબમાંથી આંવતા હોવાથી અને તેઓના પિતા અમારા પરિવારનું જેમ તેમ કરીને ભરણપોષણ કરતા હોવાથી તેઓ પાસે અમને ગાંધીનગર જેવા અદ્યતન સુવિધાવાળા વિસ્તારમાં મોકલી, ત્યાં રહેવા માટે રૂમ ભાડુ, જમવાનો ખર્ચ, ચોપડાનો ખર્ચ, લાયબ્રેરી ફ્રી માટે ખર્ચ કરી શકે તેમ નથી, જેથી અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ સામે હરીફાઈમાં ટકી શકતા નથી. અમારા પિતાએ અમોને સ્નાતક, અનુસ્નાતક સુધીનો સખત મહેનત મજુરી કરી પોતે તેઓનું આખું જીવન સખત ગરીબઈમાં અમારા ઉજ્વળ ભવિષ્યના સ્વપ્ન સાથે અમોને ભાણાવવા સારૂ ખર્ચી નાખેલ છે. અમારી અભ્યાસ વૈપુર્ણ થયે ધણા વર્ષ વિતી ગયા હોવા છતા બેરોજગાર હોવાથી અમે અમારા કુંટુંબને આર્થિક તેમજ સામાજીક રીતે મદદ કરી શકતા નથી. જેથી અમારુ ભવિષ્ય સતત અંધારામાં અટવાય ગયેલ હોય તેમ લાગે છે. આવેદનપત્ર આપી અમ દેડીયાપાડા તાલુકાના વિદ્યાર્થીઓ યુવાઓ એક અદ્યતન સુવિધાજનક તાલુકા કક્ષાની લાયબ્રેરી બનાવી આપવા માંગણી કરીએ છીએ. શિક્ષણ એ દરેક વ્યક્તિનો હક્ક અધિકાર છે, જે વ્યક્તિના સર્વાગી વિકાસનો પાયો છે. જેથી ઉપરોક્ત બાબતો ધ્યાને લય અધઘટન લાયબ્રેરી બનાવનું આવેદન આપયું !
તાહિર મેમણ – ડેડીયાપાડા