ડેડીયાપાડા – હાલ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં જન સંવેદના યાત્રા દ્વારા કોરોના મહામારીમાં મૃતકોને શ્રધ્ધાંજલી આપી રહી છે. ડેડીયાપાડામા પણ કોરોનામા મૃત પામેલા તમામની આત્માને શાંતિ માટે બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ઈશુદાન ગઢવીની આગેવાનીમાં નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા પ્રવેશી હતી જેમાં ઈશુદાન ગઢવી સાથે અર્જુનભાઈ રાઠવા પ્રોફેસર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઇન્ચાર્જ મયંક શર્મા મધ્ય ગુજરાત પ્રભારી શહીત જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા.ઈશુદાન ગઢવીએ કોરોના ગાઈડલાઈન મુજબ સભાઓ કરી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા આહવાન કર્યું હતું.
દેડિયાપાડા ખાતેની સભામાં આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દિલ્હીની કેજરીવાલ સરકાર અને ગુજરાતની રૂપાણી સરકાર વચ્ચે ઘણો ફેર છે. કેજરીવાલ સરકારના રાજમાં દિલ્હી વાસીઓ ખુશખુશાલ છે જ્યારે ગુજરાતના લોકો મોંઘવારીના માર વચ્ચે જીવી રહ્યા છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ગુજરાત સરકારની બેદરકારીને લીધે જ મોતનો આંકડો વધ્યો છે, સરકારે મોતનો આંકડો પણ સાચો જાહેર નથી કર્યો. હવે ભાજપને મત આપી પાપના ભાગીદાર ન બનશો. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને બાત કરતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે અહીંના આદિવાસીઓના નામ પર આવતી સરકારી ગ્રાન્ટો નેતાઓ પોતાના પેટમાં પધરાવી જાય છે અને ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં લીન છે માટે સરકારને જાકારો આપો તેવી માંગ કરી હતી અને આદિવાસીઓને આદિવાસી રાખવાની વાત કરી હતી તેમને વનવાસી બનાવવાની કોઈ જરૂર નથી તેમની સ્કૂલ પણ બંધ કરવાની તૈયારી આદરી છે. ગઇ વખતમાં 6,000 સ્કૂલો બંધ થઈ છે આ વખતે જો ફરી 2022 ની ચૂંટણીમાં ભાજપ આવ્યું તો આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો ખો ભૂલાવી દેશે સ્કૂલો બંધ થવાથી સરકારની સામે કોઇ થઇ શકશે નહીં અને સરકાર આદિવાસી વિસ્તારની જમીનો સહિત તમામ વસ્તુઓ પડાવી લેશે અને 2022 બાદ નક્કી નહિ કદાચ સમગ્ર ગુજરાત પણ કદાચ સરકાર વેચી નાખે તેવી હાલત થશે માટે પોતાના માટે જાગી જાઓ પોતાની પેઢી માટે જાગી જાઓ અને આમ આદમી પાર્ટીમાં વધુને વધુ લોકો જોડાવ.ઈશુદાન ગઢવીએ એમ પણ જણાવ્યું હતું કે મેં પણ ભાજપને મત આપ્યો હતો, પણ તમે ભાજપને મત આપી પાપના ભાગીદાર ન બનતા.
આ કાર્યક્રમ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રભારી અર્જુનભાઈ રાઠવાએ પ્રોફેસર જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશની જનતા હવે ભાજપની થાકી ચૂકી છે ભાજપના ભ્રષ્ટાચારના કારણે અને તેના અણ આવડત ના પાપ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને દયનીય હાલતમાં લોકો જીવી રહ્યા છે મોંઘવારીના મારથી પણ લોકો મરી રહ્યા છે સામે નોકરી ધંધા રોજગાર ખતમ થઇ ચુક્યા છે ત્યારે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવો એ પણ બળતામાં ઘી હોય તેમ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે તેવી સરકારને જાકારો આપવાની વાત કરી હતી.
તાહિર મેમણ