Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ગામમાં આદિવાસી મહિલાના મુદ્દે તોડફોડ કરનાર BTTS ના કાર્યકર્તાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

Share

પ્રાપ્ત વિગતો અનુસાર અજય નાસ્તા હાઉસના મલિક દ્વારા પોલિસી ફરિયાદ અપાય છે જેમાં તેમને જણાવ્યુ કે ડેડીયાપાડા ચાર રસ્તા ઉપર અમારે “અજય નાસ્તા હાઉસ” તથા “”ન્યુ એ જ ય ફુટવે” તથા “અજય રસ સેન્ટર” નામની દુકાનો છે તથા એક “પાણીપુરીની લારી છે. મારા મોટા ભાઇ અજયભાઇનાઓને એ મારી અજય નાસ્તા હાઉસ નામની દુકાન ઉપર કામ કરતી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હોઇ જે બાબતે તેઓ બન્ને વચ્ચે ઝઘડા ચાલ્યા કરે છે. જે બાબતની જાણ મને તા. ૦૨/૦૯/૨૦૨૧ સવારના આશરે સાત વાગ્યે અમોએ દેડીયાપાડા ચાર રસ્તા ખાતે આવેલ અમારી અજય નાસ્તા હાઉસ નામની નાસ્તાની દુકાન ખોલેલી અને હું દુકાનના કાઉન્ટર ઉપર હાજર હતો તેમ જ અમારી દુકાનમાં કામ કરતા અમારા ગામના છોકરાઓ મુકેશકુમાર સુરજી તકુમાર, ડમ્પી ભાઇ તમામ કારીગર મુળ રહે યુ.પી અને નવાગામનો કારીગર રૂપસિંગભાઇ વસાવા વિગેરે હાજર હતા અને અકારે એક થી દોઢ વાગ્યાના સુમારે દેડીયાપાડા મામલતદાર કચેરી તરફથી આશરે ૧૫ થી ૨૦ માણસોનુ ટોળુ અમારી અજય નાસ્તા હાઉસ દુકાન પાસે દોડી આવેલા અને તેઓ બધા બુમો પાડી કહેવા લાગેલા કે તમો ભૈયાઓ બહારના રાજ્યમાંથી આવી અહીંયાની છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવો છો અને તેમની જીંદગી બરબાદ કરી રહેલા છો એટલે તમને બધાને છોડવાના નથી મને જાનથી મારી નાંખવાના છે તેમ જાહેરમાં લોકો વચ્ચે કહી ઉશ્કેરણી કરી અમારા કબજાની દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મારા ઉ૫૨ આ ટોળાના માણસો ટુટી પડેલા અને આ ટોળામાંના ચૈતરભાઇ વસાવા રહે નો બોગજ (કોલીવાડા) થા જરગામના દેવા સરપંચ તથા દિનેશભાઇ ઉબડીયાભાઈ વસાવા રહે ઘાંટોલી તા. દેડીયાપાડા, જી.નર્મદા તથા ચીકદા ગામના મહેશભાઇ ગેબુ ભાઇ વસાવા તથા વિક્રમભાઇ મોતીસીંગ ભાઇ વસાવા રહે. એણકુ, તા. દેડીયાપાડા, જિ. નર્મદાનાઓએ મને ધોલધાપટનો માર મારેલો અને ટોળાના પંદરેક જેટલા માણસોએ મારી ઉપર હુમલો કરતા મારી દુકાનમા સૌ પોત પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી ગયેલા અને તેમને તેમની ફરિયાદમાં જણાવ્યુ છે.

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ બન્યા બુટલેગરોના અડ્ડા સમાન, પોલીસ કર્મીઓ સાથે જ બુટલેગરોની જામતી ચાઇ પે ચર્ચાઓથી અનેક તર્કવિતર્ક…

ProudOfGujarat

પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો

ProudOfGujarat

ઝાડેશ્વર ના રહેવાસી ના સોના ચાંદીના દાગીના સહિત અગત્યના ડોક્યુમેન્ટસ ગણતરીની કલાકોમાં શોધી મૂળ માલિકને તેમની વસ્તુઓ સુપ્રત કરતું સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!