આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચિકદા થી ઝાક સુધી ના રસ્તાઓ માં ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે છતાં તંત્ર આ બાબતે અજાણ હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ને ત્રણ ચાર મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના મતવિસ્તારમાં મુખ્ય માર્ગ. તૂટી ગયા સાથે જ ઠેરઠેર મસમોટા ખાડા પડ્યા હોવા છતાં રજૂઆત પણ કરવામાં આવતી ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તા હોવાના કારણે વાહન વ્યવહાર સાથે જ આરોગ્યની સુવિધા પણ અડચણ ઊભી થાય એવા રસ્તાઓ થઈ ગયા છે. પરંતુ યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવતી ન હોવાના કારણે પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ રહી જાય છે.
એક જાગૃત નાગરિકે વિડિયો જાહેર કરી ને જણાવ્યું .કે ઝાક વિસ્તારના રસ્તાઓના ખાડાઓ પડી ગયા છે.જેનું સમારકામ વહેલી તકે ચાલુ કરવામાં આવે સરકાર વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરે છે. પરંતુ સ્થાનિક રોડ રસ્તાઓ નો વિકાસ થતો નથી. જેથી તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી આજુબાજુના ગામડાઓમાં આરોગ્યને લઇને થતી અડચણો સાથે જ વાહન વ્યવહાર માટે પણ ઉપયોગી નિવડી જેથી અમારી રજૂઆત છે કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની જવાબદારી લઇ રોડ-રસ્તાઓ માટે ની રજૂઆત યોગ્ય કક્ષાએ કરે જે થી વહેલી તકે આ સમસ્યાનો હલ આવી શકે એવી અમારી માગણી પણ કિરીટભાઈ વસાવા.( BTS કાર્યકર )ગૌરવભાઈ વસાવા*(સામાજિક કાર્યકર) કરી છે.