Proud of Gujarat
INDIAFeaturedGujarat

દેડિયાપાડા : વૃક્ષો પર ગેરકાયદે લટકાવાતાં જાહેરાતનાં બોર્ડ હટાવવા આર.એફ.ઓ. ને આવેદન આપવામાં આવ્યું.

Share

ગ્રીનલેન્ડ ફાઉન્ડેશને સામાજિક વનીકરણ, દેડિયાપાડાના આરએફઓને આવેદનપત્ર આપી વૃક્ષો પર લટકાવાતાં બેનર્સ અને જાહેરાતનાં બોર્ડ તત્કાલ દૂર કરવા માંગણી કરી છે. વૃક્ષોમાં ખીલા ઠોકવાથી વૃક્ષોની આવરદા ઘટતી હોવાનું ગ્રીનલેન્ડ ફાઉન્ડેશનનું આરએફઓનેઆવેદન.

આ બાબતે ગ્રીન લેન્ડ ફાઉન્ડેશને દુઃખ સાથે જણાવાયું હતું કે અમે ઘણા વર્ષોથી પ્રકૃતિ બચાવવાનું કાર્ય કરીએ છીએ. અમારા ગ્રુપ દ્વારા ઘણા વૃક્ષો વાવીને તેનું જતન કર્યું છે.અમારા જેમ ગુજરાત અને પૂરા ભારતમાં સ્વૈચ્છિક લોકો અને સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરવામાં આવે છે. સરકાર દ્વારા પણ ગામ, નગર અને શહેરોમાં પર્યાવરણ બચાવવાના કાર્યો થતાં જ રહે છે. અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ જેવા શહેરોમાં નગરપાલિકા મફતમાં વૃક્ષો આપીને વાવેતર કરી અને જતન પણ કરાવડાવે છે. પણ! છેલ્લા કેટલાક સમયથી જોવું છું કે બિન અધિકૃત લોકો દ્વારા અમારી આસપાસ વૃક્ષો ઉપર પ્લાસ્ટિક અને પતરાને લોખંડની મસમોટી ખીલીઓ દ્વારા જાહેર ખબરો ચોંટાડીને વૃક્ષોને નુકસાન થાય એવું શરમ જનક કાર્ય કરવામાં આવી રહેલ છે જેનું જીવતું જાગતું ઉદાહરણ ફોટામાં અમારા દ્વારા દર્શાવવામાં આવેલ છે. આપ સર્વેના ઘર, ઓફિસની આસપાસ પણ આવી રીતે વૃક્ષોને નુકશાન પહોંચાડવાનું કાર્ય થતું જ હશે. વૃક્ષોમાં પણ જીવ રહેલો છે એ સમગ્ર સૃષ્ટિને શુદ્ધ હવા, પાણી, ફળ, છાયડો અને જીવન જરૂીયાતની ઘણી બધી વસ્તુઓ આપે છે . વર્ષોથી પોતાના થડમાં ભોકાયેલ ખિલાઓથી વૃક્ષોને કોઈને કોઈ પ્રકારે નુકશાન થતું જ હશે. આજથી ૩ મહિના પહેલા પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પણ આજદિન સુધી આવા અનધિકૃત લોકો ઉપર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Advertisement

આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ નેં જ દેવ માનવામાં આવે છે તો એનું અપમાન કરીને આવી વેદનામય સ્થિતિમાં વૃક્ષોને શા માટે આપણે મુકી શકિયે?? જાહેર ખબરો અને લખાણો આખા દેશમાં વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા કોઈ પણ સરકારી મંજૂરી વગર પર્યાવરણ અને વૃક્ષોને ગંભીર નુક્સાન પહોંચાડી રહ્યા છે. આવી કંપનીઓ અને સંસ્થાઓ ઉપર સરકાર અને જંગલ ખાતા દ્વારા કોઈ કાર્યવાહી થવી જોઈએ કે નહીં.

મારા થોડા સવાલો છે ..
૧. આવી જાહેરાતો વૃક્ષો પર શા માટે.?
૨. ખીલા ઠોકીને વૃક્ષો પર જાહેરાતો ચોટાડવાની તંત્ર પાસે મંજૂરી લેવામા આવે છે કે કેમ.?
૩. ગેરકાયદેસર અને પરવાનગી વગર વૃક્ષો પર લગાવેલી જાહેરાત દેખાય તો ઉખાડી કેમ નથી દેવાતી?
૪. પરવાનગી વગર આવી રીતે પ્રકૃતિ ને નુકશાન કરનારા સામે કડક પગલા લેવામા આવે..

અને જે પણ માણસને આવી જાહેરાત ચોટાડવાની ઈચ્છા હોય એમણે એકાદુ વૃક્ષ રોપવાની મહેનત કરવા વિનતી પર્યાવરણ પ્રેમીઓને દુઃખ થાય એવા આ કાર્યને વહેલી તકે રોકવા માં આવે એવી આશા રાખીએ છીએ. આપણે પર્યાવરણ મિત્ર યોદ્ધા હવે બનવુ પડશે અને આવા કામમાં આપને જ પેલ કરવી પડશે.બાકી કોઇ કરશે એ વાત લઈ બેઠાં રહેશું તો નહિ ચાલે..કેટલાય જંગલો વિકાસમા હોમાય ગયા બાકી રોડ -રસ્તાની બનાવટમા નાશ કર્યા અને જે બચ્યા છે એમાં પણ ખીલા ઠોકી વૃક્ષના વિકાસમા અવરોધ ઊભો કરે છે. જે લોકો વૃક્ષ વાવી નથી શકતા તો આ પ્રયાસ કરી વૃક્ષને ખીલાના અવરોધથી બચાવી શકો છો. આવો સૌ સાથે મળી આપણી આજુબાજુ આવા પીડિત ઝાડને ખીલાથી મુક્ત કરી બચાવીને એક જાગૃત નાગરિક તરીકેની જવાબદરી નિભાવીએ. ઓક્સિજન આપતાં વૃક્ષોને હાનિ પહોંચાડનારા તત્વો સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. હાલનતો આવા તમામ બેનર્સ, હોર્ડિંગ્સ અને જાહેરાતનાં વોર્ડવૃક્ષો પરથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી, ખીલી ઠોક્યાનું દર્દ અમને પણ થાય, વૃક્ષ એવું મૌન સહી અંદરથી બળે છે.

“પ્રકૃતિનું જતન એજ અભિગમ”
-વનવાસી કવિ

આ બાબતે આવેદનપત્ર આપતાં હેમંતત્રિવેદી અને ગુડ્ડુ ભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વૃક્ષો પર ખીલા ઠોકી ગેરકાયદે લટકાવાયેલાં વિવિધ સંસ્થા અને કંપનીઓની જાહેરાતના બોર્ડ, પોસ્ટર્સ અને બેનર્સથી વૃક્ષોને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. લાંબા ગાળે વૃક્ષોની આવરદા પણ ઘટી જાય છે અને હાલ કોરોના સમયમાં ઓક્સીજનની તકલીફ પડી હતી છતા હજુ લોકો સુધારવાનું નામ નથી લેતા જેથી તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

તાહિર મેમણ – દેડિયાપાડા


Share

Related posts

પંચમહાલ : શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો…જ્યારે ગોધરામાં અપક્ષોએ સત્તા હાંસલ કરી.

ProudOfGujarat

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

આ ખરાબ આદતને કારણે આ રાશિની છોકરીઓને ક્યારેક ભયંકર પરેશાનીનો સામનો કરવો પડે છે…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!