Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેલંબા ખાતે જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા આધ્યાત્મિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Share

સાગબારા તાલુકાના સેલંબા ખાતે ૨૨ જાન્યુઆરીના રોજ જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા, મથુરાના પ્રમુખ અને પરમ સંત બાબા જયગુરુદેવજી મહારાજના અનુગામી પૂજ્ય પંકજજી મહારાજના નેતૃત્વમાં ૬ પ્રાંતોની ૭૭ દિવસીય શાકાહાર-પુણ્ય, દારૂ નિષેધ આધ્યાત્મિક જનજાગૃતિ યાત્રાનો ૩૯ મો તબકકાનો કાર્યક્રમ યોજાયો હતો, જનજાગરણ યાત્રામાં આવેલા કાફ્તિા યાત્રિયોનું ગામડાઓના ભાઈઓ અને બહેનોએ ભાવપૂર્વક આવકાર્યા હતા. તેમજ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સુરત માધવભાઈ પાટીલ, આયોજક બબલુભાઈ નરવાડી, રાકેશભાઈ દેશમુખ, ભામાભાઈ, દીપક જૈન, જીતેન્દ્રભાઈ ચોપરા, સતીષભાઈ દેશમુખ, સેલંબાનાં સરપંચ આકાશભાઈ અને સંગત શાહજહાંપુરના પ્રમુખ ઓમવીરસિંહ, વિજય મહારાજ અને વસંતભાઈ પાડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૬, જાન્યુઆરીના રોજ ડેડીયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં પણ જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા દ્વારા મોટો સત્સંગ કાર્યક્રમ યોજાશે. જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થાના સ્વયં સેવકો દ્વારા ઘરે ઘરે જઈ લોકોને ગુરુજીનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર “જન આશીર્વાદ યાત્રા” થકી પુર્ણેશ મોદીનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : રિલાયન્સ મોલની સામે રાત્રિનાં 2 વાગ્યાનાં અરસામાં કારમાં પિસ્તોલ, તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે પરપ્રાંતીય ઝડપાયો.

ProudOfGujarat

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર તેજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!